Health is the first step in life.
બિમારીમાં શરીર બહુ ઓછો ખોરાક જ સંભાળી શકે છે. આ મર્યાદા જાળવી રાખવાજ શરીર આંતરિક અડચણો ઉભી કરી આપણે વધુ ખાતા રોકે છે.પણ ''નથી ભાવતુ-નથી ભાવતું'' કરીને અજાણ્યા અને આડાઅવળા ખોરાકથી પેટ ભરી લેવાય ત્યારે શરીરની સાજા થવાની શકિત અને ઝડપ વધવાને બલે ઝડપથી ઘટવા લાગે છે બિમારી દરમ્યાન થતી શરીરની દરેક હલચલ આપણા અકિલા સારા માટેજ થતી હોય છે પછી ભલે તેમાંની થોડીજ ગમતી હોય અને બાકીની જરાપણ ગમતી ના હોય. બધાનો સ્વીકારજ આપણી સહનશકિતમાં અને સાજા થવાની ઝડપમાં વધારો કરી શકે છે દરેક સેલને શરીરનો નકશો અને અંગોની પુરેપુરી અકીલા જાણકારી શરીરે આપેલી હોય છે. શરીર હુકમ કરે ત્યારે, સંકટ સમયે દરેક સેલ ઉભી થયેલી મુશીબતમાં સીધી કે આડકતરી મદદ કરીને જીવને બચાવી લે છે. દરેક સેલ અને અંગો પોતાને સોપાયેલ કામો સમજીવિચારીને, ચીવટપૂર્વક અને હોશીયારીથી કરતા હોવાથી શરીરને પોતાના કામોમાં આપણી કોઇ મદદની જરૂર પડતી નથી. હવા-પાણી-ખોરાકના સંપર્કમાં આવતા ઉત્પન્ન થતાં રાસાયણીક એકશન -રીએકશનના ફોર્સથી શરીર પોતાના બધા કામ કરી લે છે. કામો સરળતાથી ઓછા ખર્ચે અને સમયસર કરવા અસ્તિત્વની મીકેનીકલ, ઇલેકટ્રીકલ, મેગ્નેટીક, થર્મલ, ન્યુમેટીક, ઓટોમીક જેવી બધી શકિતઓનો સદ્દઉપયોગ પણ શરીર કરી લે છે. શરીર પોતાના થોડા કામોમાં આપણી આડકતરી મદદ પણ, આપણી જાણ બહાર, લઇ લેતું હોય છે. જેમ કે ભૂખલગાડીને, તરસ લગાડીને, શ્વાસ ચડાવીને, બગસા ખવડાવીને, છીંક ખવડાવીને, ઝોંકા ખવડાવીને, ઉંઘ અવડાવીને -ઉલ્ટી કરાવીને, સુલ્ટી કરાવીને, ટેમ્પરેચર વધારીને, શર્દી કરાવીને વિગેરે કામો શરીર પોતાની જાળવણી, પોષણ, વિકાસ, રીપેરીંગ, આરામ, સંતુલન, અને રક્ષણ કરવા આપણી પાસે કરાવી લે છે. આવા કામો આપણને ગમે કે નગમે પણ શરીરને પોતાની સારસંભાળ રાખવા તે કરવા જરૂરી હોય છે. જન્મથી-મૃત્યુ સુધી હવાપાણી ખોરાક સાથે શરીરમાં ઘુસી જતા જીવાણુઓ, વાયરસો, ઝેરીતત્વો, દવાઓ વિગેરે સાથે શરીરને સતત સંઘર્ષ કર્યે રાખવો પડતો હોય છે. શરીર આવા ઘુસણખોરોને બરોબર પહોચી વળતું હોય છે. શરીર તંદુરસ્ત અને શકિતશાળી હોય (ઇમ્યુનીટી) ત્યાં સુધી વાયરસ કે ચેપી જીવાણુથી જરાપણ ડરતું નથી. હવાપાણી બન્નેનું બંધારણ આખા વિશ્વમાં એકસરખુ, સરળ અને કુદરતી હોવાથી તેને પચાવવા-પ્રોસેસ કરવાનુ કામ શરીર માટે સહેલું છે. પણ ખોરાક જરૂરી હોવા છતા સાથે માથાકુટ વાળો પણ છ.ે ખોરાકની પસંદગીના, ગુણવત્તાના, કિમ્મતના, પુરવઠાના પ્રશ્નો સતત ઉભા થતા રહે છ.ે અંદાજે ૭૦૦ પ્રકારની ખાદ્યચીજોના અલગ અલગ સંયોજનોથી હજારો ભોજનની વાનગીઓ બનતી હોય છે. ભોજનની પસંદગી અને રીતરસમો વાનગીની સ્વાદ સુગંધ, રૂપરંગ અને ગમાઅણગામાની આદતો પર વધુ અવલંબતી હોય છે, પણ તેની પોષણક્ષમતા તરફ ઓછું ધ્યાન અપાય છે. ''બહુ થોડા લોકો ઘરનું ભોજન સંતુલીત, સપ્રમાણ અને વ્યવસ્થિત રીતે લેવાની મર્યાદા પાળીને શરીરની તંદુરસ્તી જાળવી શકે છે પણ મોટા ભાગના લોકો ઘેર ભોજન લેવામાં પોતાની સ્વતંત્રતા અકબંધ રાખીને પોતાના મનને ગમે તેવુ ખાયને (આડાઅવળુ) શારીરિક તકલીફો પોતેજ ઉભી કરતા હોય છે. માત્ર મહેમાન બનીને જમવાના પ્રસંગે અને બહાર હોટલમાં જમવા જવાના પ્રસંગે સામાજીક અને આર્થિક કારણોસર સંતુલીત, સપ્રમાણ અનેવ્યવસ્થિત રીતે ભોજન લેવાતું હોય છે પરંતુ જયાં કાયમ જમવાનું છે તેવા ઘરના ભોજનમાં સ્વતંત્ર રીતે મનપડે તેવું (આડાઅવળું) ખવાતું હોય છે.'' ભોજનની ચીજોનો ઉપયોગ કરવામાં શરીર એક મર્યાદા અને સજગતા રાખેલી હોય છે એટલે જ વધુ ખાવાથી વજન વધી શકતું નથી અને ખાવાનું ઓછુ પ્રમાણ કરવા છતાં વજન સરળતાથી ઘટાડી શકાતું નથી. ભોજનમાં કાર્બોદીત, પ્રોટીન અને ચરબીવાળી ચીજો મુખ્ય હોય છે. ભોજનની ચીજો સ્વાદ, સુગંધ કે આદતોને કારણે, શરીરની સંભાળવાની મર્યાદાથી વધારે પ્રમાણમાં, લેવાતી રહે ત્યારે આંતરડા, ફેફસા, કિડની, લિવર, હૃદય, પેનક્રિઆસ જેવા એક કે વધારે અંગો નબળા પાડવા લાગે છે. શરીરનું એકાદ અંગ નબળું કે બીમાર પડે ત્યારે બીજા અંગોના કામો પણ અવળાસવળા થવા લાગે છે. શરીરની બીમારીનેો સૌપ્રથમ ભોગ પાંચનતંત્ર બને છે. પાનચતંત્ર નબળું પડવાથી તેની કેપેસીટીથી વધુ ખોરાક પાચનતંત્ર પચાવી શકતું નથી, અને પચ્યા વિનાનો ખોરાક શરીરને વધુ નબળુ પાડી શરીરમાં ઉપદ્રવો શરૂ કરે છે. આપણને બચાવી લેવાજ શરીર પાંચકરસોના સ્ત્રાવ ઘટાડી દે છે અને સ્વાદ પારખતી ગ્રંથીઓની કાર્યક્ષમતા પણ ઘટાડી દે છે એટલે ભુખ લાગતી નથી, પાણી પણ બે સ્વાદ લાગે છે જેથી પાચનતંત્ર પર ખોરાક પચાવવાનું ભારણ ઓછુ થાય છે. ખોરાક લેવાથીજ શરીરમાં શકિત વધે તેવી આપણી માન્યતાના કારણે બીમાર વ્યકિત ભૂખ લાગતી ન હોવા છતાં નવી-નવી-અજાણી ચીજોથી પેટ ભરીને માંદગીને વધારે ગંભીર બનાવી દે છે.
જલદી સાજા થવા શું ધ્યાનમાં રાખવું?
- બીમારી માટે દવા ચાલુ કરેલ હોય તો દવા ગરમ પડવાની કે દવાથી શરીરને નુકશાન થવાની ચિંતા છોડાય/ ઘટાડાય. ડોકટરે આપણા શરીરની સ્થિતી ધ્યાનમાં રાખી, સમજીવિચારીને લખેલ દવાઓ સુચના મુજબ લઇ લેવાય.
- ભુખ લાગી હોય તેટલોજ ખોરાક લેવો અને શરીર જેનાથી પરીચીત હોય તેવોજ ખોરાક (બાપદાદા લેતા તેવો) લેવો. કંઇ ભાવતું નથી તેવી ફરીયાદો કરીને નવા પ્રકારનો કે અજાણ્યો ખોરાક ન લેવાય.
- શાકભાજી / સૂપ / ફ્રુટ / જયુશ / બાફેલ કે શેકેલ જેવા ખોરાક (અનાજ) લેવાય અને ખોરાક ઓછો લેવાયા કે સાવ ઓછો લેવાય તો પણ શરીરની સાજા થવાની શકિત વધવા લાગે છે.
- બિમારી દરમ્યાન શરીરમાં કસરત કરવાની શકિત હોતી નથી પણ શરીરમાં શ્વાસ લેવાની શકિત હોય છે. દિવસ દરમ્યાન દર ર-૩ કલાકે પ-૧૦ મીનીટ થોડા ઉંડા ઉચ્છવાસ અને ઉંડા શ્વાસની કસરતો કરતા રહેવાથી સારો ખોરાક / દવા કરતા પણ અનેકગણી ઝડપે શરીરની સાજા થવાની શકિતમાં વધારો કરી શકાય છે.
- નોકરી ધંધાનીે શારીરીક - માનસીક ભાગદૌડમાં સવારથી બપોર સુધીના અને બપોરથી સાંજ સુધીના સમયગાળામાં, માત્ર ૧૦-૧૦ મીનીટ મગજ તથા શરીર 'શાંત' પડે તેવા પ્રયાસો કરવાથી (વાંચન / સંગીત / પ્રભુસ્મરણ / શ્વાચ્છોશ્વાસ જોવા) શરીરની સાજા થવાની શકિતમાં ઝડપી વધારો કરી શકાય છે.
Comments
Post a Comment