Health is the first step in life. https://ladiesplans.blogspot. com/ પ્રાસ્તાવિક ગર્ભપાત કેટલીકવાર ગર્ભાવસ્થા સમાપ્તિ તરીકે ઓળખાય છે, જે સગર્ભાવસ્થા સમાપ્ત કરવાની તબીબી પ્રક્રિયા છે જેના પરિણામે બાળકનો જન્મ થતો નથી.ગર્ભપાત કરાવવાનો નિર્ણય મુશ્કેલ છે. તમે ગર્ભપાત કરાવવાનું શા માટે નક્કી કરો છો તેનાં ઘણાં કારણો છે - ઉદાહરણ તરીકે, તમારા વ્યકિતગત સંજોગો, તમારા આરોગ્યનું જોખમ, અથવા તમારા બાળકને કોઈક તબીબી પરિસ્થિતિ ઊભી થાય તેવી તક હોઇ શકે. ઘણાં લોકો ગર્ભપાત અંગે (તરફેણમાં અને વિરુદ્ધમાં) જલદ અભિપ્રાયો ધરાવે છે. તમામ મંતવ્યોને આદર આપવો જોઈએ, યુ.કે.માં સગર્ભાવસ્થાનાં પ્રથમ 24 અઠવાડિયા દરમિયાન ગર્ભપાત કરાવવો કાયદેસર છે, પરંતુ તે અંગે કેટલાક માપદંડો પરિપૂર્ણ કરવાના હોય છે.તમે NHS પર, કે ખાનગી રીતે ગર્ભપાત કરાવી શકો છો (NHS ખાનગી ગર્ભપાતો માટે નાણાં આપતું નથી). યુ.કે.ના કાયદા અન્વયે, તમારી પાસે બે ડોકટરોનો સંદર્ભ હોવો જોઈએ, જેઓ તમારા સંજોગો માટે ગર્ભપાત યોગ્ય છે તે અંગે સંમત હોવા જોઈએ. કાર્યપદ્ધતિ હોસ્પિટલમાં, કે નિષ્ણાત લાયસન્સયુક્ત દવાખાનામાં કરાવવું જોઈએ. શા માટે તે જરૂ
Health is the first step in life