Health is the first step in life.
મોટા ભાગની સ્ત્રીઓની ફરિયાદો પ્રદર રોગને લગતી હોય છે. પ્રદર રોગમાં વધુ પડતો સ્ત્રાવ થવાથી પણ સ્ત્રીઓને કામતૃપ્તિ અધૂરી અનુભવાય છે. જોઈએ આ પ્રદર શું છે. પહેલાં કુદરતી લોહ, મોતી, અભ્રક, ઉપરાંત જડીબુટ્ટીઓનું સેવન સ્ત્રી માટે ઉપલબ્ધ હતું. આજે એ સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે આવી સ્ત્રીઓને યૌવનથી માંડી ઘણી બિજી સમસ્યાઓ હોય છે. સામાન્ય રીતે સ્ત્રીઓને લગતા રોગોના નિવારણો તમારા જ ઘરમાં રહેલા છે, પણ આપણે નાની અમથી બાબતોમાં ડોકટર પાસે દોડી જવાની આદતને કારણે ઘરેલુ નુસ્ખાઓ થી અજાણ હોઇએ છીએ.
- સ્ત્રીઓને માસિક વખતે ખૂબ પીડા થતી હોય કે માસિક બરાબર ન આવતું હોય તો તલ ખાવા, એક તોલા કાળા તલને વીસ તોલા પાણીમાં ઉકાળવું, પાંચ તોલા પાણી બાકી રહે એટલે તેમાં ગોળ નાખી ઉકાળી પીવાથી માસિક સાફ આવે છે.
- પાકાં કેળા, આમળાંનો રસ ને સાકર ભેગું કરી પીવાથી સ્ત્રીઓના પ્રદર અને બહુમુત્ર રોગ મટે છે.
- જીરા અને સાકરનું ચૂર્ણ પચીસ પૈસાભાર, ચોખાના ધોવાણમાં પીવાથી સ્ત્રીઓનું સ્વેતપ્રદર મટે છે.
- પાકું કેળું ઘી અને સાકર સાથે લેવાથી લોહીવા મટે છે.
- તાંદળજાનાં મૂળ વાટીને ચોખાના ઓસામણમાં પીવાથી સુવાવડી અને સગર્ભાનો રક્તસ્ત્રાવ મટે છે.જીરાની ફાકી લેવાથી સ્ત્રીનું ધાવણ વધે છે.
- એક પાકું કેળું અર્ધા તોલા ઘી સાથે સવાર-સાંજ ખાવાથી પ્રદર રોગ મટે છે. હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે. માસિક સાફ આવે છે અને પેટનો દુઃખાવો મટે છે.આમળાનાં રસ મધ સાથે લેવાથી સ્ત્રીઓની યોનિનો દાહ મટે છે.
- કાચો કાંદો ખાવાથી માસિક સાફ આવે છે અને દુઃખાવો થતો નથી.
- માસિક સમયે વધારે રક્તસ્ત્રાવ થતો હોય અને ચક્કર આવતાં હોય તો તુલસીના રસને મધમાં મેળવીને પીવાથી ફાયદો થાય છે.
- ત્રણ તોલા મેથીનો લોટ લઈ રાત્રે વીસ તોલા દૂધમાં પલાળી રાખવો. સવારે પાંચ તોલા ઘી ગરમ કરી તેમાં દૂધમાં ભીંજવેલો મેથીનો લોટ નાખી એકરસ કરી ઉતારી લેવું. પછી તેમાં બે તોલા ગોળ નાખી બરાબર મિક્સ કરી પ્રસૂતા સ્ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી ધાવણ છૂટથી આવે છે.
- સુવાવડી સ્ત્રીને ભૂખ ન લાગતી હોય તો પા ચમચી અજમાનું ચૂર્ણ, બે ચમચી આદુનો રસ અને સોપારી જેટલો ગોળ મેળવી સવારે અને રાત્રે ખાવાથી ખૂબ ભૂખ લાગે છે.
- સુવાવડમાં સ્ત્રીઓએ સુવાનો ઉપયોગ છૂટથી કરવો જેથી ધાવણ સારું આવે છે, કમર દુઃખતી નથી અને ખાધેલું પાચન થાય છે.
- સુવાવડના તાવમાં અને સુવાવડ પછી થતા કમરના દુઃખાવામાં અજમો અડધી ચમચી, સૂંઠ અડધી ચમચી અને ઘી બે ચમચી ભેગું કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુઃખાવો મટે છે.
- લવિંગને ગરમ પાણીમાં ભીંજવી એ પાણી પીવાથી સગર્ભા સ્ત્રીઓની ઊલટી મટે છે.
- ઊલટી, ઉબકા, અપચો, આફરો, કફના રોગો, ઉદરશૂળ વગેરે સુવાવડી સ્ત્રીની ફરિયાદોમાં અડધી ચમચી જેટલું અજમાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવાથી આરામ થાય છે.
- ધાણાનું ચૂર્ણ પા તોલો અને સાકર એક તોલો ચોખાના ધોવાણમાં પીવાથી સગર્ભા સ્ત્રીની ઊલટી મટે છે.
- નારંગી ખાવાથી સગર્ભા સ્ત્રીઓના ઊબકા અને ઊલટી મટે છે.
- તુલસીનાં પાનનો રસ પીવાથી પ્રસવની પીડા ઓછી થઈ જાય છે.
- જે સ્ત્રીઓને પૂરતું ધાવણ ન આવતું હોય તેમણે ચોળાનું શાક વધુ તેલમાં બનાવી ખાવાથી ધાવણ આવે છે. તુવેરની દાળનો સૂપ બનાવી ૨ થી ૩ ચમચી ઘી નાખીને પીવાથી ધાવણ વધે છે.
- હિંગની ધુમાડી પ્રસવ સમયે જનન અવયવને આપવાથી પ્રસવ સરળતાથી થાય છે. તલ, જવ અને સાકરનું ચૂર્ણ મધ સાથે ખાવાથી સગર્ભા અને સુવાવડી સ્ત્રીઓનો રક્તસ્ત્રાવ બંધ થાય છે.
- ઘઉંની સેવને પાણીમાં બાફી, તે પાણી કપડાંથી ગાળી લઈને, ૨૦૦ ગ્રામ પાણીમાં ૩ થી ૪ ચમચી ચોખ્ખું ઘી નાખી પ્રસવ થનાર સ્ત્રીને પાવાથી પ્રસૂતી સરળતાથી અને જલદી થાય છે.
- ધીમાં શેકેલી હિંગ ઘી સાથે ખાવાથી સુવાવડી સ્ત્રીને ચક્કર ને સૂળ મટે છે.
- કળથીનો ઉકાળો પીવાથી ગર્ભપાત કે પ્રસવ પછી ગર્ભાશયની પુરેપુરી શુદ્ધી થાય છે.
- તુલસીના પાનનો રસ પીવાથી પ્રસવની પીડા ઓછી થઈ જાય છે.
- સ્ત્રીઓને ઘણીવાર પ્રસુતીમાં વિલંબ થાય છે, દર્દ જેવં ઉપડવું જોઈએ તેવું ઉપડતું નથી તે વખતે બને તેટલો જુનો ગોળ ૩૦ થી ૪૦ ગ્રામ પાણીમાં નાંખી ગરમ કરીને ઓગાળી લઈ તેમાં ફુલાવેલો ટંકણખાર ૨ ગ્રામ જેટલો મેળવીને પીવાથી જલ્દીથી અને સુખેથી પ્રસવ થાય છે.
- ખજુર થોડા મહિના નિયમિત ખાવાથી વારંવાર મુર્છા આવતી હોય તેવી સ્ત્રીઓના હીસ્ટીરીયા મટે છે.
- રોજ સવારનાં એક લવીંગ ૪૦ દિવસ સુધી ખાવાથી ગર્ભ રહેવાની સંભાવના રહેતી નથી.
- અર્ધી ચમચી સુંઠનું ચુર્ણ અને એક ચમચી ગોળ સવારે અને રાત્રે લેવાથી ગર્ભાશયના દોપો મટે છે અને ગર્ભાશય મજબુત બને છે.
Comments
Post a Comment