Skip to main content

Posts

Showing posts from March 15, 2020

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હોસ્પિટલમાં સાર

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રોસેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વર્ષમાં બે વાર વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધર

રાષ્ટ્રીય પરિવાર નિયોજન

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્‍ટ્રીય પરિવાર નિયોજન ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ મહિલા લાભાર્થી માટેઃ  લગ્‍ન કરેલ હોય તેની ઉમંર રર વર્ષ થી ૪૯ વર્ષની વચ્‍ચેની હોવી જોઇએ તથા એક તેને બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવું જોઇએ ( બે માંથી એક આ પધ્‍ધતિ  ન  અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્‍થા સારી હોવી જોઇએ).  પુરુષ લાભાર્થી માટેઃ  લગ્‍ન કરેલ હોય, તેની ઉમંર ૬૦ વર્ષથી નીચે હોવી જોઇએ એક બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, લાભાર્થીની પત્‍નીનું ઓપરેશન ન થયેલ હોવો જોઇએ ( બે માંથી એક આ પધ્‍ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્‍થા સારી હોવી જોઇએ). ૩ યોજના અંતર્ગત સહાય/લાભ નીચે મુજબ વિગત લાભાર્થીને રોકડ સહાય મોટીવેટર વાઝેકટોમી (દરેક) ૨૦૦૦ ૩૦૦ ટયુબેકટોમી સ્ત્રી વ્યંધીકરણ ૧૪૦૦ ૩૦૦ ટયુબેકટોમી સ્ત્રી વ્યંધીકરણ (પ્રસુતિ બાદ ૭ દિવસમાં કરાવે તે માટે) ૨૨૦૦ ૩૦૦ ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાન

જનની સુરક્ષા યોજના

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર જનની સુરક્ષા યોજના ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ આ યોજનામાં ગરીબી રેખા હેઠળની બી.પી.એલ.કાર્ડ ધરાવતી કુટુંબની પ્રસુતા બહેનો, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જન જાતિ કુટુંબોની તમામ પ્રસુતા બહેનોને લાભ આપવામાં આવે છે, જે લાભાર્થી પાસે બી.પી.એલ. કાર્ડ ઉપલબ્‍ધ ન હોય તેમણે તેઓના વિસ્‍તારનાં તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્‍ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ આ યોજના હેઠળ લાભાર્થીને રૂ.૭૦૦/- ગ્રામ્ય વિસ્તારમાં તેમજ રૂ. ૬૦૦/- શહેરી વિસ્તારમાં પોષણયુકત ખોરાક, પ્રસુતિ સમયે થતો દવાનો ખર્ચ કે અન્‍ય કોઇ ખર્ચને પહોંચી વળવા માટે સર્ગભાવસ્‍થાના છેલ્‍લા ત્રણ મહિનાના સમયગાળામાં ચુકવવામાં આવે છે. ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાં અંતર્ગત સહાય માટે સ્‍ત્રી આરોગ્‍ય કાર્યકર પાસે ફોર્મ ભરાવાનું રહેશે અને સાથે બી.પી.એલ. કાર્ડનો અથવા આવકનો પુરાવો લગાવાનો રહેશે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. સ્‍ત્રી આરોગ્‍ય કાર્યકર ( આપના વિસ્‍તાર) નાં ધ્‍વારા આપ

બાળ સખા યોજના

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર બાળ સખા યોજના ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ આ યોજનામાં ગરીબી રેખા હેઠળના (બી.પી.એલ.કાર્ડ ધરાવતા) કુટુંબના ૩૦ દિવસ સુધીના નવજાત શિશુઓ તથા આવક વેરો ન ભરતા હોય તેવા અનુસૂચિત જન જાતિના તમામ નવજાત શિશુઓને લાભ આપવામાં આવે છે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ આ યોજના હેઠળના લાભાર્થી નવજાત શિશુઓને આ યોજનામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંતો ધ્વારા તેઓની હોસ્પિટલમાં નવજાત શિશુઓને લગતી કોઇપણ બિમારી માટે નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે. બાળરોગ નિષ્ણાંત નવજાત શિશુના સગાને વાહનવ્યવહાર પેટે રૂ.ર૦૦/- લેખે વાઉચર ઉપર સહી લઇને તુરત જ ચૂકવી આપશે ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ જે બાળકોનો જન્મ સરકારી સંસ્થાઓ અથવા ચિરંજીવી યોજના હેઠળ થાય, તેમજ ઘરે જન્મ થયેલ હોય અથવા ઘરે ગયા પછી ૩૦ દિવસની ઉંમર સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. કોઇ પણ આરોગ્યકર્મચારી/આશા દ્વારા તે રીફર થયેલ હોવો જોઇએ. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. જિલ્લામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંત તબીબોને ત્યાં

ચિરંજીવી યોજના

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર ચિરંજીવી યોજના ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ આ યોજનામાં ગરીબી રેખા હેઠળની (બી.પી.એલ.કાર્ડ ધરાવતી) કુટુંબની પ્રસુતા બહેનો તથા ગરીબી રેખા હેઠળ ઉપરની (એ.પી.એલ. કાર્ડ ધરાવતી) પરંતુ આવક વેરો ન ભરતી હોય તેવા અનુસુચિત જન જાતિ કુટુંબોની પ્રસુતા બહેનોને લાભ આપવામાં આવે છે, જે લાભાર્થી પાસે બી.પી.એલ. કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેઓના વિસ્તારનાં તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ આ યોજના હેઠળ પ્રસુતા બહેનો સરકાર ધ્વારા નકકી કરાયેલા ખાનગી દવાખાનામાં વિના મૂલ્યે પ્રસુતિ કરાવી શકે છે. દવાખાનામાં દાખલ થનાર પ્રસુતાએ દવાખાનામાં કોઇપણ રકમ ચૂકવવાની હોતી નથી. એટલું જ નહીં પણ સારવાર માટેની જરૂરી દવાઓ પણ ર્ડાકટર જ આપશે અને તે પણ વિના મૂલ્યે.  ઉપરાંત પ્રસુતાને દવાખાને આવવા ભાડા પેટે રૂ.ર૦૦ ર્ડાકટર ધ્વારા રોકડા આપવામાં આવશે. ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવાનું થાય છે અને તેની સાથે જરૂરી દસ

ઉંમરલાયક એકલતાને કેવી રીતે દૂર કરાય

Health is the first step in life. યશવંતભાઇનો  પ્રશ્ન વાજબી હતો. ‘મને ૬૪ વર્ષ થયાં છે. છેલ્લા પાંચ વર્ષથી વિધૂર છું. મારા બંને દીકરા યુ.એસ.એ. સેટલ્ડ છે. એકલતા તો છે જ. પણ એ ડિપ્રેશન નથી. જા કે ઘરે બેસી રહેવાનું વધારે મન થાય છે. એક પછી એક મિત્રોની આ દુનિયામાંથી વિદાય થઇ રહી છે. દીકરાઓ એમના બિઝી રૂટિનમાંથી સમય કાઢીને સ્કાઇપ પર વાત કરી લે છે. એક અજાણ્યું વેક્યુમ છે. આખો દિવસ ટી.વી. પર પૉલિટીક્સ જોઇ જોઇને હું જાણે એક એક્સપર્ટ થઇ ગયો છું. મારા પોતાના બહુ ઠેકાણા નથી ને ભારત દેશના ભવિષ્ય વિશે ચિંતા કર્યા કરું છું. સ્કૂલમાંથી આચાર્ય તરીકે નિવૃત્ત થયો છું. ક્યારેક વળી કોઇ કાર્યક્રમમાં મને ‘ચીફ ગેસ્ટ' તરીકે આમંત્રણ મળે છે. શાલ ઓઢાડીને સન્માન થાય છે. પણ બધુ શુષ્ક લાગે છે. ભૂખ ઓછી થઇ ગઇ છે. ઇશ્વરની કૃપા છે કે હજુ બધા મેડિકલ રિપોર્ટસ નોર્મલ આવે છે. પણ ડાક્ટર, આ મનના એબનોર્મલ રિપોર્ટનું શું ?' યશવંતભાઇની સમસ્યા હવે ઘણા વડિલોની વિસ્તૃત સમસ્યા બનતી જાય છે. એન.આર.આઇ. સંતાનના માતા-પિતાઓ અને નિવૃત્ત ઉંમરલાયક વડિલોને આવી નામ વગરની નાકે દમ લાવતી સમસ્યાઓ ઊભી થઇ ગઇ છે. કેટલાક લાઇફસ્ટાઇલ ચેન્જીસ

તમારા બિમાર શરીરના બદલાયેલ સ્વભાવને થોડો સમજો

Health is the first step in life. બિમારીમાં શરીર બહુ ઓછો ખોરાક જ સંભાળી શકે છે. આ મર્યાદા જાળવી રાખવાજ શરીર આંતરિક અડચણો ઉભી કરી આપણે વધુ ખાતા રોકે છે.પણ ''નથી ભાવતુ-નથી ભાવતું'' કરીને અજાણ્યા અને આડાઅવળા ખોરાકથી પેટ ભરી લેવાય ત્યારે શરીરની સાજા થવાની શકિત અને ઝડપ વધવાને બલે ઝડપથી ઘટવા લાગે છે બિમારી દરમ્યાન થતી શરીરની દરેક   હલચલ આપણા અકિલા સારા માટેજ થતી હોય છે પછી ભલે તેમાંની થોડીજ ગમતી હોય અને બાકીની જરાપણ ગમતી ના હોય. બધાનો સ્વીકારજ આપણી સહનશકિતમાં અને   સાજા થવાની ઝડપમાં વધારો કરી શકે છે દરેક સેલને શરીરનો નકશો અને અંગોની પુરેપુરી અકીલા જાણકારી શરીરે આપેલી હોય છે. શરીર હુકમ કરે ત્યારે, સંકટ   સમયે દરેક સેલ ઉભી થયેલી મુશીબતમાં સીધી કે આડકતરી મદદ કરીને  જીવને બચાવી લે છે. દરેક સેલ અને અંગો પોતાને સોપાયેલ કામો સમજીવિચારીને, ચીવટપૂર્વક અને હોશીયારીથી કરતા હોવાથી શરીરને પોતાના કામોમાં આપણી કોઇ મદદની જરૂર પડતી નથી. હવા-પાણી-ખોરાકના સંપર્કમાં આવતા ઉત્પન્ન થતાં રાસાયણીક એકશન -રીએકશનના ફોર્સથી શરીર પોતાના બધા કામ કરી લે છે. કામો સરળતાથી ઓછા ખર્ચે અને સમયસર કરવા અસ્તિત્વ

વાયુ પ્રદૂષણ અને મગજના રોગો

Health is the first step in life. હવાના પ્રદૂષણને ખૂબ જ ગંભીરતાથી લેવું જોઈએ અને એની અસરથી થતા મગજના રોગો વિષે વધુને વધુ જાગરૂકતા લાવવી જોઈએ. તાજેતરના એક અંદાજ મુજબ “વાયુ પ્રદૂષણ”ને લીધે વિશ્વભરમાં દર વર્ષે નેવું લાખ લોકોના મૃત્યુ થાય છે. જેના કારણોમાં મુખ્યત્વે હૃદય રોગનો હુમલો, મગજના ગંભીર રોગો, ફેફસાના રોગો અને કેન્સર જવાબદાર છે. વાયુનું પ્રદૂષણ એ હાનિકારક રસાયણિક (કુદરતી અને માનવસર્જિત) , જૈવિક (બાયોઅરોસોલ્સ) અને કેટલાક રજકણીય પદાર્થોથી થાય છે, જે માનવી અને અન્ય જીવસૃષ્ટિને હાનિ પહોંચાડે છે, તે ઉપરાંત વાતાવરણના પ્રાકૃતિક પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે. જ્યારે કેટલાક વાયુ પ્રદૂષણના સ્ત્રોતો કુદરતી હોય છે જેમ કે જ્વાળામુખી ફાટવો, દાવાનળ, આગ,પરંતુ મોટાભાગના માનવસર્જિત હોય છે. આધુનિકતાની સાથે દહનીય અશ્મિભૂત ઇંધણનો વપરાશ ખુબજ વધ્યો છે, એ સિવાય વનનાબૂદી, પશુપાલન અને ખેતીવાડી વગેરે વાયુ પ્રદૂષણના  માનવસર્જિત સ્ત્રોતો છે. શું વાયુ પ્રદૂષણથી મગજના ગંભીર રોગો થઇ શકે છે? “ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ”ના હાલના એક અભ્યાસ મુજબ વાયુ પ્રદૂષણ લકવા એટલે કે પક્ષઘાત માટેના પરિબળોમાં ૩૦ ટકા જેટલું

ડિપ્રેશન વિશે જાણવા જેવું

Health is the first step in life. એ વાત જાણીને આપને આંચકો લાગશે કે યુવાનોની આત્મહત્યાના સંદર્ભમાં ભારત પહેલો ક્રમ ધરાવે છે એવું WHOએ ગયા વર્ષે જાહેર કર્યું. આ અંદાજ પ્રમાણે વિશ્વમાં દર વર્ષે ૮ લાખ લોકો આપઘાત કરીને જીવન ટૂંકાવે છે. અને એમાં અઢી લાખ આપઘાત સાથે ભારત પહેલું સ્થાન ભોગવે છે. એનો અર્થ એ કે ભારતમાં એક દિવસમાં ૭૦૦ આત્મહત્યા થાય છે જેના મૂળમાં મુખ્યત્વે ડિપ્રેશન હોય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો મુજબ ૨૦૦૪-૨૦૧૪ના વર્ષ દરમિયાન દર વર્ષે એવરેજ ૧ લાખ લોકો આત્મહત્યા કરે છે. અને ૨૦૦૪ની સરખામણીમાં ૨૦૧૪ આ આત્મહત્યા ૧૬ ટકા જેટલી વધી છે. ૨૦૦૪માં ૧,૧૩,૬૯૭ ઓફિશ્યલ કેસ નોંધાયા હતા. જે ૨૦૧૪માં ૧,૩૧,૬૬૬ સુધી પહોંચ્યા હતા. અલબત્ત, ભારતના સરકારી આંકડા જણાવે છે કે રોજે સરરેશા ૩૭૫ જેટલા આપઘાત થાય છે. ૨૦૧૪ના વર્ષમાં ગુજરાતમાં જ ૭,૨૨૫ આપઘાત નોંધાયા છે. ભારતના કુલ આપઘાતમાં ગુજરાતની હિસ્સેદારી ૫.૫ ટકા છે. ગયા વર્ષે ભારતમાં ૧૮ થી ૩૦ વર્ષની વય વચ્ચેના કુલ ૪૪,૮૮૩ લોકોએ આત્મહત્યા કરી હતી. એમાં અભ્યાસમાં નિષ્ફળતાથી માંડીને બેરોજગારી તેમજ રિલેશનશિપના બધા મુદ્દાઓ આવી જાય છે. આપઘાત માટેનો જે નિરાશાજન

યુવાનોમાં વધતા સ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરાય

Health is the first step in life. હમણાં જ વર્લ્ડ ઈન્ટરનેશનલ યુથ ડે ગયો. યુવાનોની શક્તિઓની સાથે સમસ્યા પણ વધતી જાય છે. ખાસ કરીને આજનો યુવાન સાયકોલોજીકલી વધુ ચિતિંત અને કન્ફ્યૂઝ્ડ છે. દિવસે અને દિવસે તણાવ અને ડિપ્રેશન વધતા જાય છે. માત્ર ભારતમાં સાડા છ કરોડથી વધારે ડિપ્રેશનના દર્દીઓ છે, એવું WHOનું કહેવું છે. ભાગ્યે જ કોઇ એવો યુવાન કે જે એમ કહી શકે કે મને બિલકુલ સ્ટ્રેસ નથી. આજે મારે સાયકોલોજીસ્ટ પાસે જતા સ્ટ્રેસને લગતા એક કેસ વિશે વાત કરવી છે. ચાલો, એક કિસ્સો જોઇએ. ‘તમે એવું કંઇક માઇન્ડ પ્રોગ્રામિંગ કરી આપો ને કે જેથી મારી બધી જ ઈચ્છાઓ ઝડપથી પૂરી થઇ જાય. યુ નો? મારે મારા મિત્રોને બતાવી આપવું છે કે ગમે તેટલી મંદી હોય છતાં હું પણ કંઇ કમ નથી.' નિશિથ બોલ્યો. ઉંમર-બાવીસ વર્ષ. વ્યવસાય- ઇન્વેસ્ટમેન્ટ. લગ્ન- કન્યાનું ઇકોનોમિકલ બૅકગ્રાઉન્ડ જોઇને જ! નિશિથને છેલ્લા કેટલાય વખતથી ગભરામણ બેચેની, હૃદયમાં ભારેપણું, ભૂખ ઓછી લાગવી, ઊંઘમાં તકલીફો, તમાકુની પડીકીઓ વધી જવી વગેરે ફરિયાદો હતી. નિશિથે ચોક્કસ ‘ટારગેટ્‌સ' નક્કી કર્યા હતા. ફલાણી તારીખે મારે આ જ વસ્તુ ખરીદવી છે. આ તારીખે મારે મૅબેક કાર જો

વહેલી ઓટિઝમની સારવારથી બાળકની ક્વોલિટી ઓફ લાઇફમાં સુધારો

Health is the first step in life. 5 વર્ષની વય પહેલાં ઓટિઝમની સારવાર શરૂ કરાય તો બાળકની ક્વોલિટી ઓફ લાઇફ સુધરે છે બાળક પરિવારમાં ભળે નહીં, પોતે બોલે નહીં અને બોલો તો સમજે પણ નહીં, બાળક એક જ જગ્યા ઉપર બેસી રહે વગેરે જેવા અજુકતા વર્તન કરે તો સમજો કે તેને કંઈક માનસિક તકલીફ છે. આ બાળક ઓટિસ્ટિક હોઈ શકે છે. એક અંદાજ મુજબ વિશ્વ આખામાં ૬૮ બાળકે એક ઓટિસ્ટિક બાળકનો જન્મ થાય છે. ઓટિઝમમાં બાળક જેટલું નાનું હોય તેટલા બાળકોમાં સારવાર બાદ સારા પરિણામો મળી શકે છે. બાળકમાં દોઢથી ચાર વર્ષની વય દરમિયાન ઓટિઝમનું નિદાન થઈ જાય અને તેની પાંચ વર્ષની વય પહેલાં યોગ્ય સારવાર શરૂ કરી દેવાય તો તેની ક્લોવિટી ઓફ લાઈફ સુધારી શકાય છે. ઓટિઝમના મુદ્દે ફેલાયેલી ગેરસમજો અથવા તો જાગૃતિના અભાવને લીધે માતા-પિતા લાંબા સમય સુધી મૂંઝવણ અનુભવ્યા કરે છે અને સમાજમાં પોતાનું બાળક હલકું પડી જશે તેવી બીકને લીધે તેની સમસ્યાઓ વિશે ખુલીને કોઈની સાથે વાતચીત કરતા નથી અને બાળકનો ઈલાજ શરૂ કરવાનો પાંચ વર્ષની વય પહેલાનો ગોલ્ડન પિરિયડ ગુમાવી દે છે. ઓટીઝમ એ મગજના વિકાસ દરમિયાન થતી તકલીફ છે. ઓટિઝમનું પ્રમાણ છોકરીઓ કરતા છોકરાઓમાં ચાર ગણું

ઈન્ટરનેટનું વ્યસન

Health is the first step in life. ઈન્ટરનેટ પણ એક ગજબ નુ વ્યસન છે જેને લત લાગી જાય એ ઈન્ટરનેટ વગર નથી રહી શકતા, જાણી લો એના લક્ષણો: તબીબી અભિપ્રાય એ વ્યક્ત કરવામાં આવે છે કે શું ઈન્ટરનેટની વ્યસન તેના પોતાના અધિકારમાં માનસિક વિકાર તરીકે અસ્તિત્વ ધરાવે છે કે પછી તે પૂર્વ-અસ્તિત્વમાં રહેલા માનસિક વિકૃતિઓ અથવા વર્તણૂક સમસ્યાઓનું અભિવ્યક્તિ છે. ઉદાહરણ તરીકે, એક એવી વ્યક્તિ કે જે ઈન્ટરનેટની જુગાર માટે ઈન્ટરનેટ લેવલને બદલે જુગારની સમસ્યાને લલચાવી શકે છે. પોતાના શોખ મુજબ લોકો ઈન્ટરનેટ નો ઉપયોગ કરે છે પણ ધીમે ધીમે એની આદત પડી જાય છે. શરાબી ને શરાબ, જુગારી ને જુગાર, એમાં ઈન્ટરનેટ user ને પણ ઈન્ટરનેટ ની લત લાગી જાય છે. કોઈ પણ નિર્ણાયક જવાબો ઓળખાય તે પહેલાં ઇન્ટરનેટની વ્યસનના આ ‘ચિકન અથવા ઇંડા’ પાસામાં વધુ સંશોધન જરૂરી છે. યુએસએના તાજેતરના એક અભ્યાસમાં દર્શાવ્યું હતું કે 18 થી 20 વર્ષની વયના કોલેજ (યુનિવર્સિટી) વિદ્યાર્થીઓમાં ચાર ટકાએ સમસ્યાવાળા ઇન્ટરનેટ વર્તન દર્શાવ્યું હતું. કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ખાસ કરીને વ્યસન માટે સંવેદનશીલ હોઇ શકે છે, તેમ છતાં, વિદ્યાર્થીઓમાં ઈન્ટરનેટની