Skip to main content

ગર્ભનિરોધક

Health is the first step in life.

ગર્ભનિરોધ એક ઇરાદાપૂર્વક ગર્ભાવસ્થા ટાળવાનો પ્રયાસ છે. ગર્ભાવસ્થા ત્યારે થાય છે જ્યારે ઈંડું શુક્રાણુને મળે છે અને ગર્ભપેશી (ઝાઇગોટ - શુક્રાણુ અને ઇંડા ના મળવાથી થનાર ઉત્પાદન) પોતાને ગર્ભાશયની દિવાલ સાથે સાથે બાંધી લે છે અને વધવાનું ચાલુ કરે છે. આ પ્રક્રિયાને ધ્યાનમાં રાખતા, ગર્ભાવસ્થા ટાળવાના મૂળભૂત પાંચ રસ્તાઓ છે:
  • સૌથી દેખીતી પદ્ધતિ છે જાતિય સંભોગ ટાળવો - એટલે, કોઈપણ શિશ્નથી યોનિ સંપર્કથી પરેજી. આ પદ્ધતિની સંસ્કારિતા છે મહિલાના ફળદ્રુપ દિવસોમાં (લય પદ્ધતિ, પ્રજનન જાગૃતિ પદ્ધતિ) શિશ્નથી યોનિ સંપર્કથી પરેજી.
  • અન્ય સરળ પદ્ધતિ છે ઈંડાને શુક્રાણુ સાથે મુલાકાત અટકાવવા. આમાં વિવિધ પ્રકારના અવરોધ પદ્ધતિઓનો સમાવેશ થાય છે (પુરુષ અને મહિલા નિરોધનિરોધ, ડાયફ્રૅમ અને સર્વિકલ કેપ) અને કાયમી પદ્ધતિઓનો - નસબંધી (પુરુષ વંધ્યીકરણ) અને ટ્યુબળ લીગેશન (મહિલા વંધ્યીકરણ).
  • ત્રીજી રીતમાં, મહિલાને ઈંડા અને પુરુષને વીર્ય પૈદા કરવાથી અટકાવવું. ઉદાહરણ તરીકે, આંતરસ્ત્રાવીય પદ્ધતિઓનો જેમ કે મૌખિક ગર્ભનિરોધક ગોળીઓ, ઈન્જેકશન અને ત્વચા દ્વારા અપાયેલ ગર્ભનિરોધક. પુરુષો અને મહિલાઓ માટે વિકસાવવામાં આવેલ પ્રજનન વિરોધી રસીઓ આ શ્રેણીમાં આવે છે.
  • હજુ બીજા અભિગમમાં તે પરાગાધાન ઈંડાને ગર્ભાશયના દિવાલ પર જોડાવા પહેલા અટકાવું. ઉદાહરણોમાં સમાવેશ થાય છે ગર્ભાશયની અંદરના ઉપકરણો (આઈ.યુ.ડી) અને સ્ટિરૉઇડ વગરની ગોળીઓ.
  • પાંચમી રીતમાં સમાવેશ થાય છે, ગર્ભને ગર્ભધારણા અને સ્થાપના પછી પણ કાઢવો. ઉદાહરણોમાં પ્રેરિત ગર્ભપાત અને ગર્ભસ્ત્રાવક ગોળીઓનો સમાવેશ થાય છે.
આમ, અલગ-અલગ ગર્ભનિરોધક ગર્ભાવસ્થા અટકાવવા માટે અલગ અલગ રીતે કામ કરે છે અને દરેક વ્યક્તિએ પોતાની જરૂરિયાત પ્રમાણે પદ્ધતિની પસંદગી કરવી જોઈએ જે તેના / તેના સ્વાસ્થ્ય કે જીવન માટે ખતરો ના ઉભો કરે. વધુમાં, આ નિર્ણય કોઈ પોતાના સમગ્ર જીવન માટે નથી લઈ શકતા.
યોગ્ય ગર્ભનિરોધકની પસંદગીમાં ક્યાં પરિબળો ધ્યાનમાં રાખવા જોઇએ:
  • અસરકારકતા, એટલે સગર્ભા થવાની શક્યતા શું છે
  • તે ગર્ભનિરોધક સુરક્ષિત છે, અથવા કોઇ ગંભીર આડઅસરો છે?
  • તેની કોઈપણ લાંબાગાળાના પ્રતિકૂળ અસરો છે?
  • તે સ્તનપાન પર અસર કરશે? તે ગર્ભનિરોધકનું અસર સ્તનપાન પર અવળી અસરર કરશે?
  • શું તે મહિલાના ભવિષ્યમાં થનાર બાળકોના સ્વસ્થ્ય પર અસર કરશે?
  • શું ગર્ભનિરોધકના કોઈ ખાસ વિરુદ્ધ સંકેતો છે, દા.ત મહિલાઓ જેમને અનિયમિત રક્તસ્ત્રાવ થાય તેમણે ન વાપરવું જોઈએ, અથવા જેમને પ્રજનન અંગોનો ચેપ (આર.ટી.આઈ) છે તેમણે ન વાપરવા જોઇએ.
  • શું તે ગર્ભનિરોધક પર નિયંત્રણ વપરાશકર્તાને હાથમાં છે અથવા તે આરોગ્ય સેવા પ્રદાતા પર આધારિત છે?

કુદરતી પદ્ધતિઓ (ખાસ કરીને ફળદ્રુપ દિવસો દરમિયાન પ્રજનન અંગોથી-પ્રજનન અંગોનો સંપર્ક ટાળવો)

ગર્ભાવસ્થા અટકાવવા માટે સૌથી વધુ સલામત અને સરળ રીતે જાતિય સંભોગ ટાળવું જશે. આગળની શ્રેષ્ઠ રીતે હશે પ્રજનન અંગોનો સંપર્ક ટાળવો, જે સંભોગ કર્યા વગર પણ એક આનંદદાયી અનુભવ બની શકે. યુગોથી, મહિલાઓ જાણે છે કે મહિનાના થોડા દિવસોમાં જ સગર્ભા બનવું શક્ય છે. એટલે તેમણે ખબર છે કે આ દિવસોમાં લૈંગિક સંભોગ ટાળવો જોઈએ જેનાથી તે ગર્ભાવસ્થા ટાળી શકાય. આજે નીચેની પદ્ધતિઓ ઉપલબ્ધ છે જન્મ નિયંત્રણ માટે કોઈ પણ કૃત્રિમ સાધનો વાપર્યા વગર ગર્ભાવસ્થાને ટાળી શકે છે.
  • લય (કેલેન્ડર) પદ્ધતિ: આ પદ્ધતિ મુજબ સ્ત્રીના માસિક ચક્ર શરૂ થયાના ૧૦ દિવસ પછીના દિવસો ફળદ્રુપ ગણવામાં આવે છે, એટલે લૈંગિક સંભોગ આ ૧૦ દિવસોમાં ટાળવું જોઈએ. એટલે 'સલામત સમયગાળા' માસિક ધર્મ દરમિયાન નો, પહેલાનુ અને પછીનુ નો અઠવાડીયુ ગણાય છે. આ એક વિશ્વાસપાત્ર પદ્ધતિ નથી કારણકે તે માસિક ચક્રની વિભિન્નતાને ધ્યનમાં નથી લેતું. લય પદ્ધતિ ધારી લે છે કે બધી સ્ત્રીઓ બધી મહિલાનું ચક્ર ૨૮ દિવસનું છે અને ઑવ્યુલેશન (અંડાશયમાંથી અંડમોચન) મહિનાના મધ્યમાં થાય છે. જોકે, દરેક મહિલાના ચક્રની લંબાઈ અલગ હોય છે અને ઑવ્યુલેશન (અંડાશયમાંથી અંડમોચન) અલગ-અલગ સમય પર થઈ શકે છે. કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ ન કરવા કરતા આ સારી પદ્ધતિ છે.
  • સર્વિકલ મ્યૂકસ (મળ)/ બિલિંગ્ઝ ઑવ્યુલેશન પદ્ધતિ: મોટાભાગની સ્ત્રીઓને આખા મહિના દરમિયાન યોનિથી અમુક માત્રામાં સ્ત્રાવ (મ્યૂકસ) નીકળતું હોય છે. આ સંપૂર્ણપણે સ્વસ્થ નિશાની છે. મ્યૂકસ જથ્થો સુસંગતતા, અને રંગના પ્રમાણે બદલાય છે. તે ઘણી વખત ચીકણું અને સફેદ હોઈ શકે અને અન્ય સમયે તે લપસણો અને પારદર્શક હોઈ શકે. મ્યૂકસની પ્રકૃતિ માસિક ચક્રના તબક્કા પ્રમાણે બદલાય છે. માસિક સ્રાવના તરત જ પછી, મ્યૂકસ સામાન્ય રીતે નિર્માલ્ય કે પ્રમાણમાં શુષ્ક, જાડા થર કે પડવાળું અને સફેદ હોય છે. જેમ એક ઈંડુ એક અંડકોશમાં તૈયાર થવા માટે શરૂ થાય છે, શરીરમાં ફરતું એસ્ટ્રોજન હોર્મોન મ્યૂકસને પારદર્શક, અને લપસણો બનાવે છે. તેનોલપસણો ગુણ સહુથી વધારે અંડાશયમાંથી અંડમોચન (ઑવ્યુલેશન) વખતે અને તેના એક દિવસ બાદ હોય છે. આમ લવચીક અને લપસણો યોનિમાર્ગનો મ્યૂકસ મહિલાનો પહેલો અને સ્પષ્ટ સંકેત છે તેન ફળદ્રુપ દિવસોનું. એક મહિલા તેના ફળદ્રુપ અને બિનફળદ્રુપ દિવસોને નક્કી કરી શેકે છે પોતાના સર્વિકલ મ્યૂકસના બદલાતા લક્ષણને લગભગ તેજ દિવસે આંગળીઓમાં લઈ તપાસતા.
  • શરીરનું મૂળભૂત તાપમાન: એક મહિલા તેના શરીરનું તાપમાન એકજ સમયે દરરોજ વહેલી સવારે લઈ શકે છે. ઊંઘ પછી તરત જ શરીરનો તાપમાન મૂળભૂત શરીરનું તાપમાન કહેવાય છે. મહિનાના મધ્ય તરફ, અંડાશયમાંથી અંડમોચન (ઑવ્યુલેશન)ના તરત બાદ આ તાપમાનમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે (લગભગ ૧-૨oF) અને આગલા માસિક સુધી એજ રહેશે. જો આ પદ્ધતિનો ઉપયોગ વિશિષ્ટ રીતે કરવામાં આવે તો તેમાં જરૂરી છે કે પ્રજનન અંગોનો સંપર્ક તાપમાનના વધતા પહેલાના સમયમાં ટાળવું-૧-૬ દિવસનો સમયગાળો. એકવાર અંડાશયમાંથી અંડમોચન (ઑવ્યુલેશન) થઈ જાય તો આવતા ૨ દિવસ ફળદ્રુપ ગણાય છે. આમ દિવસો જેમાં જાતીય સંભોગ સલામત છે તે પ્રમાણમાં ઓછા છે. વધુમાં તાપમાન લેવાની દૈનિક મુશ્કેલી આ પદ્ધતિને ભારરૂપ બનાવે છે.

અવરોધક પદ્ધતિઓ, શુક્રાણુંઓના અને ઇંડાના વચ્ચે ખરેખર અવરોધ બને છે. નીચે આપેલ અવરોધો હાલમાં ઉપલબ્ધ છે

અવરોધક પદ્ધતિઓ, શુક્રાણુંઓના અને ઇંડાના વચ્ચે ખરેખર અવરોધ બને છે. નીચે આપેલ અવરોધો હાલમાં ઉપલબ્ધ છે:
પુરૂષ માટે નિરોધનિરોધ: આ નળાકાર લેટેક્સ આવરણ છે જેને સંભોગ વખતે શિશ્ન પર પહેરાય છે. તે યોનિમાં શુક્રાણુંઓને જતા અટકાવે છે. શિશ્ન અને યોની એક બીજાના સંપર્કમાં આવે તે પહેલા તેને ટટાર શિશ્ન પર ધીમેથી ખોલવામાં આવે કારણકે ઇજૅક્યુલેશન (શરીરમાંથી પ્રવાહી વિશેષ કરીને શુક્ર બહાર ફેંકવાની ક્રિયા - આકસ્મિક ઉદગાર)ના ઘણા સમય પહેલા પુરુષમાંથી આ પ્રવાહીના થોડા ટીપાં પહેલીથી નીકળી શકે જે જેમાં શુક્રાણુંઓ હોય, અથવા તે એસ.ટી.ડીનો ચેપ ફેલાવીશકે છે. આકસ્મિક ઉદગાર થાય પછી શિશ્નને કાળજીપૂર્વક યોનિમાર્ગમાંથી પાછુ ખેચવું જોઈએ જેથી વીર્ય યોનીમાં કે તેની આસ-પાસ ન પડે. નિરોધનિરોધને કાઢી તેનો નિકાલ કરવો જોઈએ. નિરોધનિરોધને એકથી વધુ વાર વાપરવો ના જોઈએ. પુરુષ નિરોધનિરોધ ગર્ભનિરોધક માટે એક સલામત અને અસકારક માધ્યમ છે. તેની પુરુષ કે સ્ત્રી પર કોઈ આડઅસર નથી. નિરોધ નિરોધ એડ્સ અને અન્ય એસટીડીને પણ ખૂબ અસરકારક રીતે અટકાવે છે. નિરોધનિરોધનો અન્ય ફાયદો એ છે કે તે અંતર પદ્ધતિ તરીકે વપરાઈ શકાય છે અને નિરોધ તે સૌથી વધારે વપરાતું ગર્ભનિરોધક છે.
કેટલાક લોકો, ખાસ કરીને પુરુષો, એવું માને છે કે નિરોધનિરોધ સંભોગની ચકમસીમા અને આનંદ ઘટાડે છે. વધુમાં કેટલાક લોકો લેટેક્ષ અને રબર માટે અતિસંવેદનશીલ હોય છે. જો નિરોધ નબળી નિરોધગુણવત્તાના હોય, અથવા તમારી પાસે ખૂબ લાંબા સમયથી સંગ્રહિત હોય, ખાસ કરીને ગરમ જગ્યાએ, અથવા તેમાં કપ કે કાણું હોય. જો જાતિય સંભોગ દરમિયાન નિરોધ નિરોધબરાબર વપરાયું ના હોય કે તેમાં કપ હોય, દા.ત. તેને બરાબર પહેર્યું ના હોય. પુરુષો તરફથી સંતતિ - નિયમનની જવાબદારી વહેંચવામાં અનિચ્છા/નામરજી એક મોટું કારણ છે કેમ ઘણા પુરુષો નિરોધનિરોધ નથી વાપરતા, તે ખુબ અસરકારક હોવા છતા. જોકે, નિરોધ પહેરવુ સંભોગની પ્રક્રિયાનો ભાગ બને તો તે એક આનંદદાયી પ્રવૃત્તિ બની શકે છે. એ ધ્યાનમાં રાખતા કે નિરોધ સુરક્ષિત છે અને તે ઉપરાંત એચઆઇવી અને અન્ય એસ.ટી.ડી સામે રક્ષણ, પુરૂષોને નિરોધ વાપરવા માટે પ્રોત્સાહિત કરવાના પ્રયત્નો ઘણા મહત્વના છે.
ડાયફ્રૅમ: ડાયફ્રૅમની શોધ ઓગણીસમી સદીમાં થઈ, જે એક મોટી સિદ્ધિ હતી જેનાથી સ્ત્રીઓને તેમની પ્રજનન ક્ષમતા પર અંકુશ મળ્યો. ડાયફ્રૅમ એક ગોળ, ગુંબજ આકારની રબરની ડિસ્ક (સપાટ તકતી) જેની કિનાર મજબૂતઈથી યોનીમાં દાખલ છે જેનાથી તે સર્વિક્સને ઢાંકે અને શુક્રાણુંઓના પ્રવેશને અવરોધિત કરે છે. ડાયફ્રૅમનું પ્રારંભિક ફીટીંગ ડૉક્ટર/આરોગ્ય કાર્યકર દ્વારા કરવામાં આવે છે. તે યોનીના ઉપના ભાગના માપ ઉપર નિર્ભર છે કારણકે ડાયફ્રૅમ અલગ-અલગ માપમાં ઉપલબ્ધ છે (૨ ઇંચ થી ૪ ઇંચ). એક વાર યોગ્ય માપનું ડાયફ્રૅમ ફીટ થઈ જાયે ત્યાર બાદ જયારે જરૂર પડે ત્યારે મહિલા પોતે તેને દાખલ અને બહાર કાઢી શકે છે. તેને લૈંગિક સંપર્ક પહેલા જગ્યામાં મુકવું જોઈએ અને સંભોગના ૬ કલાક પછી પણ ત્યાં મૂકી રાખવું જોઈએ જેનાથી સ્પર્મિસાઇડ યોનામાં બાકી રહેલ શુક્રાણુંઓને નષ્ટ કરી શકે. આના પછી તેને કાઢીને સાબુ અને પાણીથી થોઈ સંપૂર્ણપણે સૂકવી અને આગામી ઉપયોગ માટે મૂકી દેવું. ડાયફ્રૅમ સાથે જોડાયેલ શક્ય સમસ્યાઓ છે કે તે પોતાની જાતે આગળ ખસી જાયે છે જેના લીધે ગર્ભાશય કે મૂત્રનળીની અને મૂત્રાશયમાં ચૂક આવી શકે છે. અમુક સ્ત્રીઓને માટે, આ આવર્તક મૂત્રાશય દાહ કે કોપ અથવા યુરીથ્રાયટીસનું કારણ બની શકે છે. જેના કારણસર એવી સ્ત્રીઓએ તેને વાપરવું ના જોઈએ જેમને મૂત્રાશય માર્ગનું ચેપ થવાનું વલણ હોય અથવા જેનું ગર્ભાશય ખસેલા ગર્ભાશયની તકલીફ હોય. જોકે ડાયફ્રૅમનું નોંધપાત્ર લાભ એ છે કે તે મહિલાના નિયંત્રણમાં છે. ડાયફ્રૅમ સરળતાથી ભારતમાં ઉપલબ્ધ નથી. થોડીક મહિલાઓની સંસ્થાઓએ તેને આયાત કરી તેનું વિતરણ કરવાના પ્રયોગ કર્યા છે. એક ડાયફ્રૅમની કિંમત રૂ. ૪૦૦ છે. જ્યારે આ થોડું ખર્ચાળ લાગશે, એ યાદ રાખવું હોઈએ કે ડાયફ્રૅમ ફરી વાર વાપરી શકાય અને બરાબર કાળજી લેવાય તો ત્રણ વર્ષ સુધી ચાલે.
સર્વિકલ કેપ: આ અંગૂઠી આકારની રબરની કેપ જે સર્વિક્સ પર ચુસ્તપણે બંધ બેસે છે. ડાયફ્રૅમની જેમ સર્વિકલ કેપ શુક્રાણુઓને ગર્ભાશયમાંથી બહાર રાખે છે. કેપ એવી રીતે રચાયેલ કે તે સર્વિકલ મુખની આસપાસ એક એર ટાઇટ સીલ બનાવે છે. ચૂસણ, અથવા સપાટીનું તણાવ તેને સર્વિક્સ સાથે જોડી રાખે છે. કમનસીબે સર્વિકલ કેપ ભારતમાં ઉપલબ્ધ નથી.
મહિલા માટે નિરોધ: મહિલા નિરોધ પોલીયુરેથીનથી બનેલ નરમ, એક અંતે બંધ અને ઢીલા-ફિટિંગ વાળુ આવરણ છે. તે યોનિમાં શુક્રાણુને અંદર જતા અવરોધક બને છે. નિરોધ યોનિમાં જાતિય સંભોગ પહેલાં દાખલ કરવામાં આવે છે. એક લવચીક પોલીયુરેથીન કડી ઉપકરણના બન્ને અંતે સ્થિત છે, એક તે બાજુ જે સર્વિક્સને આવરી લે છે અને બીજી બાજુ જે ખુલ્લું રહે છે અને યોનીના બહાર હોય છે. યોનિની બહારની કડી, લાબીયા અને પુરુષની જનનેન્દ્રિયનો આધાર (લિંગ) વચ્ચે અવરોધ બને છે જે રક્ષણાત્મક અસરોમાં ઉમેરો કરે છે. મહિલા નિરોધ કોઈપણ લૈંગિક સંપર્ક પહેલાં દાખલ કરવું જોઈએ. સંભોગ પછી તેને તરત અને કાળજીથી કાઢવું જોઈએ જેનાથી મહિલા ઉભી થાય તો કોઈ શુક્રાણુંઓ અંદર જતા અટકે. મહિલા નિરોધ, ડાયફ્રૅમ અને નિરોધના લક્ષણોનું સંયોજન કરે છે. તે ડાયફ્રૅમની જેમજ યોનીમાં દાખલ કરવામાં આવે છે, સર્વિક્સને સીધું આવરી લેવાની કાળજી રાખ્યા વિના. પુરુષ નિરોધની જેમ મહિલા નિરોધ પણ એકજ વાર વપરાઈ શકે. મહિલા નિરોધ યોનિમાર્ગના દિવાલોની સાથે સર્વિક્સને પણ આવરી લે છે. આમ તો પુરષ નિરોધની જેમ તે પણ ફક્ત ગર્ભાવસ્થાને ટાળવા માટે એક અસરકારક ગર્ભનિરોધક નથી પણ એચ.આઈ.વી અને અન્ય એસ.ટી.ડી સામે એક ઉત્તમ બચાવ છે. તેના અન્ય પ્લસ પોઇન્ટ્સ વચ્ચે, તે સંભોગ પહેલા દાખલ કરી શકાય, જેનાથી સંભોગને વચ્ચે રોકવાની જરૂર ના પડે. તે સ્ટૅન્ડર્ડ માપમાં આવે છે અને ડૉક્ટર દ્વારા ફિટિંગ કરવાની જરૂર નથી. મહિલા નિરોધનો મુખ્ય ગેરફાયદો તેની કિંમત છે. બીજો ગેરલાભ તેના દ્વારા સંભોગ દરમિયાન શરમજનક અવાજ અને મુખ મૈથુન ન ગમે એવું બનાવે છે. કારણકે તે ક્લિટોરિસના બહારના ભાગમાં છે, ઘણી બધી મહિલાઓને લાગે છે કે તે તેમનું લૈંગિક આનંદ ઓછુ કરે છે અને અગવડતા માટેનું કારણ બને છે. મહિલા નિરોધ ભારતમાં સહેલાઇથી ઉપલબ્ધ નથી. તેનો ઉપયોગ મોટે ભાગે સ્વૈચ્છિક સંસ્થાઓ જે આમાં કામ કરે છે, તે કરે છે.
સ્પર્મિસાઇડ (શુક્રાણુનાશક પદાર્થ): સ્પર્મિસાઇડ યોનિમાં લગાડવામાં આવનાર રસાયણો છે, જે શુક્રાણુંઓને નિષ્ક્રિય કરે કે મારી નાખે. તેઓ ફીણ, ગોળીઓ (જેમ કે, ટુડે), જેલી અને ક્રિમ (જેમ કે ડેલ્ફેન) ના સ્વરૂપમાં ઉપલબ્ધ છે. સ્પર્મિસાઇડ જાતીય સબંધ તરત પહેલા કોઈ સાધનની મદદથી યોની માં દાખલ કરવામાં આવે છે. તે મોટાભાગે એકલા ઉપયોગમાં નથી લેવાતા પણ નિરોધ કે ડાયફ્રામની અસરકારકતા વધારવા માં વપરાય છે. સ્પર્મિસાઇડ જયારે એકલું વપરાય ત્યારે તેનો ઓછામાં ઓછો નિષ્ફળતા દર ૬% છે અને લાક્ષણિક નિષ્ફળતા દર ૨૬% છે. આ સ્પર્મિસાઇડઝની સામાન્ય રીતે કોઇ પણ ગંભીર આડઅસરો નથી હોતી, પણ કોઈક મહિલાઓને જનન અંગોમાં બળતરા અથવા એલર્જિક પ્રતિક્રિયાઓનો અનુભવ થઈ શકે છે.

પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ

સ્તનપાન: પ્રસૂતી પછી, મહિલાને માસિક ફરી શરુ થવા અને ઑવ્યુલેશન થવા માટે, થોડો સમય લાગે છે અને મોટાભાગના કિસ્સાઓમાં મહિના પણ લાગી શકે. સ્તનપાનના આ સમયગાળા દરમિયાન જ્યારે માસિક સ્રાવ બંધ હોય તેને લેક્ટેશનલ અમીનોર્રીહિયા કહેવાય છે. એ લાંબા સમય સુધી ચાલુ એ સ્ત્રીઓમાં રહે છે જેઓ સંપૂર્ણ સ્તનપાન ચાલુ રાખે છે. એનો મતલબ કે તે જયારે શિશુને જરૂર હોય ત્યારે ઉપરનું દૂધ આપ્યા વગર દિવસરાત પોતે ધવડાવે છે. લેક્ટેશનલ અમીનોર્રીહિયા દરમિયાન ગર્ભવતી થવાનાં તકો ઘટી જાય છે. આમ છતાં નોંધવું જોઇએ કે, પ્રથમ માસિક સ્રાવ પહેલા અંડબીજ પેદા થાય છે. તેથી, તે શક્ય છે માસિક આવ્યા પહેલા ગર્ભ રહી જાય.
કોઈટસ (મૈથુન) વચમાં અટકાવવું/પાછુ ખેચવું: આ પદ્ધતિમાં, ઇજૅક્યુલેશન (શુક્ર બહાર ફેંકવાની ક્રિયા) પહેલા લિંગ (પુરુષની જનનેન્દ્રિય) યોનીમાંથી બહાર ખેચવામાં આવે છે, જેથી વીર્ય યોનિ અંદર ન જાય. પાછુ ખેચવું એક અસરકારક પદ્ધતિ નથી કારણકે સમય ખોટો પડી શકે અને યોની કે યોની મુખ સાથેનો સંપર્ક ટાળવા માટે મુશ્કેલ હોઇ શકે છે, તે ઉપરાંત જે સમયે લિંગ ટટ્ટાર થાય ત્યારેજ નાની માત્રામાં વીર્ય નીકળે છે જે ગર્ભધારણ માટે પુરતું છે.

આંતરસ્ત્રાવીય પદ્ધતિઓ

આંતરસ્ત્રાવીય પદ્ધતિઓ અસર કરે છે શરીરમાં ઇસ્ટ્રોજન (સ્ત્રી હોર્મોન) -પ્રોજેસ્ટેરોન (પુરુષ હોર્મોન) પર અને તેથી અંડાશયમાંથી અંડમોચન અથવા શુક્રાણુ ઉત્પાદન પર રોક લગાવે છે. તે સર્વિકલ લીંટને જાડું કરે છે (જે ગર્ભાશયમાં વીર્યને દાખલ થતા અટકાવે છે) અને કોઈ કિસ્સાઓમાં ગર્ભાશય અને અંડવાહિની (નળી)માં બદલાવ લાવે છે જે પરાગાધાન અટકાવે છે. આંતરસ્ત્રાવીય પદ્ધતિઓ શરીર ઉપર હોર્મોન્સના નાજુક સંતુલનને અવ્યવસ્થિત કરે છે. તેઓની ગંભીર આડ અસરો હોઈ શકે છે અને ફક્ત પ્રજનન તંત્ર પર નહી, તે શરીરના અન્ય અંગોને પણ અસર કરી શકે છે, કે, તેઓ વ્યવસ્થિત ફેરફારોનું કારણ બની શકે છે. જોકે, સરકારી ગર્ભનિરોધક પ્રબંધકો તેમને આદર્શ ગર્ભનિરોધક પદ્ધતિ તરીકે પ્રોત્સાહિત કરે છે કારણ કે તેમનું વહીવટ અત્યંત અસરકારક અને સરળ છે.
મૌખિક ગર્ભનિરોધક:વિવિધ મૌખિક ગર્ભનિરોધકનો સમાવેશ થાય:
સંયુક્ત મૌખિક ગર્ભનિરોધક: સંયુક્ત મૌખિક ગર્ભનિરોધક ગોળીઓમાં બે હોર્મોન, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન, અલગ-અલગ પ્રમાણમાં છે. તેઓ ગર્ભાવસ્થાને અટકાવે છે મુખ્યત્વે અંડાશયમાં ઇંડા વિકાસ નિયંત્રિત કરે છે ચક્રના શરુઆતમાં ઇસ્ટ્રોજનના સત્ર વધારીને. આજના ઓછી ડોઝ વળી મિશ્રિત ગોળીઓ (માલા-D જેવી) ઊંચા ડોઝ વળી મિશ્રિત ગોળી (ઓવરલ ની જેમ)ના પ્રમાણમાં સુરક્ષિત છે. જોકે,સંયુક્ત મૌખિક ગર્ભનિરોધક બધી મહિલાઓ માટે યોગ્ય નથી.
ફક્ત પ્રોજેસ્તેરોન ગોળી: જ્યારે સંયુક્ત મૌખિક ગર્ભનિરોધક અંડાશયમાંથી અંડમોચન રોકે છે, ફક્ત પ્રોજેસ્તેરોન ગોળીઓ ગર્ભાવસ્થાને રોકે છે - સર્વિકલ લીંટ વધારીને, શુક્રાણુ અને ઇંડાના ગતિશીલતાને ધીમી કરીને અને ગર્ભશયના અસ્તરને યોગ્ય રીતે વિકસાવા ના દઈને. ગોળીમાં ઘણા ફાયદાઓ છે, જેમકે ઊંચી અસરકારકતા, સગવડ, જાતિય સંભોગ સાથે કોઈ દખલગીરી નહી અને સાબિત થયેલ ઉલટાવી શકાય તેવું. જોકે કેટલાક અપ્રિય આડ અસરો છે, જેની નોંધ લેવી જોઇએ છે.
ઇન્જેક્ટેબલ (ઇન્જેક્શન દ્વારા આપવામાં આવતું) ગર્ભનિરોધક: ડેપો પ્રોવેરા (ડેપો મેડ્રોઝીપ્રોગેસ્ટેરોન ઍસીટેટ) અને નેટ ઍન (નોરેથીસટેરોન ઍનાંથાટે) પ્રોજેસ્તેરોન માત્ર ઇન્જેક્ટેબલ ગર્ભનિરોધક છે. ડેપો પ્રોવેરાની ગર્ભનિરોધક અસર ત્રણ મહિના સુધી ચાલે અને નેટ ઍનની બે મહિના ચાલે છે. ઇન્જેક્ટેબલ જન્મ નિયંત્રણની સરળ પદ્ધતિ હોઈ શકે છે. જોકે, ઇન્જેક્ટેબલ ગર્ભનિરોધકથી ઘણી ટુકા ગળાની આડ-અસરો અને લાંબા ગાળાના આરોગ્યના સંકટ સંકળાયેલા છે. કારણ કે તે ખૂબ ઊંચા ડોઝમાં અપાય છે અને અને તેમની અસરો લાંબા સમય સુધી ચાલે છે તેમના આડઅસરોની ગંભીરતા ગોળીયો કરતા ખુબ વધારે છે. મહિલાને જેટલું પણ હોય પણ ઇન્જેક્ટેબલ ગર્ભનિરોધકની અસર પછી નથી ખેચાતી - જ્યાર સુધી તે બે-ત્રણ મહિનામાં આપો-આપ ઓછી થઈ જાય. હાલમાં, ઇન્જેક્ટેબલ ગર્ભનિરોધકને, રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ કાર્યક્રમો માં વાપરવા લાઇસન્સ આપવામાં આવ્યું નથી. તેઓ ૧૯૯૪ માં, ખાનગી પ્રેક્ટિશનરસ દ્વારા જ વાપરવા માટે અને એનજીઓ દ્વારા 'સામાજિક માર્કેટિંગ' માટે રજીસ્ટર કરાયા હતા.
આરોગ્યલક્ષી જોખમો જે ફક્ત પ્રોજેસ્તેરોન ઉક્ત ઇન્જેક્શનના ઉપયોગ સાથે સંકળાયેલ છેજેમાં સમાવેશ થાય છે:
  • માસિક વિક્ષેપ, લાંબાગાળાથી પડતા ડાઘાથી લઇને અતિશય રક્તસ્રાવ થી રક્તસ્રાવની પૂર્ણ ગેરહાજરી.
  • ઍથીરોસ્કલેરોસિસ-રક્ત વાહિનીઓનું જાડું થવું અને હૃદય અને રક્તવાહિનીઓની રીગ.
  • થ્રોમ્બોઍમબોલીસમ-અનપેક્ષિત સ્થાનો પર ગંઠાઈ ગયેલા લોહીનો વિકાસ જે હૃદય ફેફસાં, મગજ, વિગેરેના નુકસાનમાં પરિણમે છે.
  • ઑસ્ટિયોપોરોસિસ-હાડકાની ઘનતા નુકસાન, ફ્રેક્ચરના ઉચ્ચ ઘટનાઓમાં પરિણમે છે.
  • વજનમાં ફેરફારો
  • અન્ય ચયાપચયની ક્રિયાઓ જે બદલાતા ખાંડના સ્તરો, માનસિક ઉદાસીનતા, થાક, જાતીય ઈચ્છામાં ઘટાડો, વિગેરેમાં પરિણમે છે.
  • પ્રજનન શક્તિના પાછા આવાની આગાહી ન આપી શકાય. (અંતર પદ્ધતિમાં એક ગંભીર મર્યાદા છે)
  • કેન્સરનાં જોખમ-એક વણઉકેલાયેલો મુદ્દો
  • ગર્ભ પર અવળી અસરો (આકસ્મિક ગર્ભાવસ્થાના કિસ્સામાં)
કટોકટીની ગર્ભનિરોધક ગોળી અથવા સવારે લેવાતી ગોળી:
અસુરક્ષિત સંભોગ પછી, કટોકટીની મૌખિક ગર્ભનિરોધક ગર્ભાવસ્થાને અટકાવી શકે છે. તેને, સવાર-પછી અથવા લૈંગિક સંભોગ પછીનું ગર્ભનિરોધક, પણ કહેવાય છે. તે એવી પરિસ્થિતિઓમાં ખાસ કરીને યોગ્ય છે જ્યાં સ્ત્રીની સાથે તેના ઈચ્છા વિરુધ સંભોગ કરવામાં આવ્યો હોય (બળાત્કાર), નિરોધ ફાટી ગયો કે અનાયોજિત સંભોગ થયો હોય. ઇમરજન્સી ગર્ભનિરોધક અસુરક્ષિત સંભોગની ઘટનાના ૭૨ કલાક (૩ દિવસ) સુધીમાં ઉપયોગ કરી શકાય છે. ચાર સ્ટાન્ડર્ડ અથવા ઓછા-ડોઝવાળા મૌખિક ગર્ભનિરોધક, જેવા કે માલા-D અથવા માલા-એન ડોઝ કટોકટીના ગર્ભનિરોધક તરીકે લઈ શકાય છે.
જાતીય સંભોગ પછીની સવારની ગોળી, જેમાં ઔષધિ લેવોનોરગેસટ્રલ પણ કુટુંબ નિયોજન કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યો. તેની બે ગોળીયો અસુરક્ષિત સંભોગના ચાર દિવસમાં લેવી જોઈએ. તેની આડઅસરોમાં સમાવેશ થાય છે ઊબકા, ઉલટી અને આગલા માસિકમાં વિચ્છેદ.તે ખૂબ સ્પષ્ટ નથી કે કટોકટી ગર્ભનિરોધક કેવી રીતે કામ કરે છે. તે ઑવ્યુલેશન (અંડબીજ પેદા કરવાં તે) રોકે છે તેમ માનવામાં આવે છે, અને જો પરાગાધાન થયુ હોય તો તેમાં ભંગાણ પાડવું. જોકે, તે ૧૦૦% અસરકારક નથી. માસિક ચક્રના બીજા કે ત્રીજા અઠવાડિયામાં કરેલ અસુરક્ષિત સંભોગ, આના લીધે થતા ગર્ભવસ્થાની શક્યતા ૮% છે અને કટોકટીની ગર્ભનિરોધકથી તે ઓછુ થઈને ૨% થાય છે. તે યાદ રાખવાનું અગત્યનું છે કે કટોકટીના ગર્ભનિરોધક જો કામ ના કરે તો ગર્ભમાં જન્મજાત ખામીઓની શક્યતા રદ ના કરી શકાય. તેથી, તે અગત્યનું છે કટોકટી ગર્ભનિરોધક ઉપયોગ કરતા ખૂબ સાવધ રહેવું, ખાતરી કરો કે ત્યાં પર્યાપ્ત કાનૂની અને સલામત ગર્ભપાત સેવાઓ ઉપલબ્ધ છે.

કાયમી પદ્ધતિઓ

પુરુષો અને સ્ત્રીઓમાં કાયમી પદ્ધતિઓ સમાવેશ થાય છે: કાયમી અવરોધિત અથવા બંધ નળીઓ કે જે ઇંડા / વીર્યને લઈ જતા બંધ કરે છે. નવી તબીબી પદ્ધતિ સાથે, નળીઓનું ફરી જોડાણ કરી શકાય છે પણ તે દર વખતે શક્ય કે સફળ નથી થતું. તેથી બધા વ્યવહારિક હેતુસર મોટેભાગે પદ્ધતિઓ ઉલટાવી શકાય તેવી નથી. નસબંધી અત્યંત અસરકારક છે. આ તેવા લોકો માટે યોગ્ય છે જેને જોઈતી કુટુંબ સંખ્યા થઈ હોય અને તેમને કોઈ અન્ય બાળકો નથી જોઈતા.
  1. નસબંધી/પુરુષ નસબંધી:
વસેક્ટમિ (શુક્રવાહિકા છેદન) પુરુષોમાં નસબંધીની સર્જીકલ પદ્ધતિ છે. તે પુરુષમાં વાસ ડેફેરન્સ (વૃષણની શુક્રવાહક નલિકા)ને બ્લૉક કરે જેથી વીર્ય પુરુષની જનનેન્દ્રિય સુધી પહોચી નથી શકતું. પુરુષ જોકે, શુક્ર બહાર ફેંકવું ચાલુ રાખે છે અને તે તેના કોઈપણ રીતે જાતીય દેખાવ પર અસર કરતું નથી. પર્યાપ્ત અને સંવેદનશીલ પરામર્શ થઈ 'મરદાનગી' અને જાતીય દેખવા વિશે ખોટી માન્યતાઓ સુધારવી મદદરૂપ થઇશકે છે.
'નો-સ્કાલપેલ' નસબંધીમાં, વૃષણકોશ (સ્કોરટમ)ના બન્ને બાજુમાં એક નાનું કાણું કરવામાં આવે છે જે વાસ ડેફેરન્સ (વૃષણની શુક્રવાહક નલિકા) દર્શાવે છે અને તેને સ્થાનિક નિશ્ચેતના હેઠળ કપાય, બંધાય કે પછી ક્લિપ પણ કરાય.
નસબંધી એક નાની અને સરળ સર્જરી છે, પરંતુ આ ઓપરેશન પછી ઓછામાં ઓછા ૪૮ કલાક પુરુષે આરામ કરવો જોઈએ અને એક અઠવાડિયા માટે કોઇ ભારે વસ્તુઓ ઉચકવી ના જોઈએ. જાતીય સંભોગ અગવડતાના બધા ચિહ્નો ચાલ્યા ગયા પછીજ ફરી શરૂ કરવો જોઈએ, આમ પણ એક અઠવાડિયા પહેલા નહી. ઓપરેશન પછી ઓછામાં ઓછા ૨-૩ મહિના સુધી જન્મ નિયંત્રણની વૈકલ્પિક પદ્ધતિ અપનાવી જોઈએ કારણ કે વીર્ય ૩ મહિના સુધી તે વીર્ય નળી જીવતા રહે છે. કોઈ સંજોગોમાં જો ઓપરેશન પછી ઊંચા તાવ, અતિશય અથવા ચાલુ રક્તસ્રાવ, સોજો કે દુખાવો થાય તો ડૉક્ટરની તરત જ સલાહ લેવી જોઇએ.
પુરુષોની નસબંધી વધારે સુરક્ષિત અને સરળ છે કારણકે મહિલાની સરખામણીમાં તેમના જનન અંગો બાહ્ય છે. આથી નસબંધી શરીરમાં અંગો પર ઓછી દખલગીરી અને ઓછા જટિલતાઓનો સમાવેશ થાય છે. તાજેતરના અભ્યાસ સૂચવે છે કે પુરૂષો જેમણે નસબંધી કરાવી છે તેમને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ હોઈ શકે છે. કોઈ અન્ય મુખ્ય લાંબાગાળાના જોખમો નસબંધી સાથે સંકળાયેલ નથી.
2.મહિલા નસબંધી:
આ પદ્ધતિમાં અંડવાહિની (નળી) સુધી પહોચવામાટે પેટ પર એક નાનો ચીરો મુકવામાં આવે છે. અંડવાહિની (નળી) પછી કપાય, બંધાય કે પછી ક્લિપ પણ કરાય. આ સ્થાનિક નિશ્ચેતના હેઠળ થાય છે. મહિલામાં તે અંડવાહિની (નળી)ને બાંધે છે જેથી અંડાશયમાં ઉત્પન્ન થયેલ અંડા વીર્ય સાથે મળી નથી શકતા. મહિલા નસબંધી, જો વ્યવસ્થિત રીતે કરાય તો ખુબજ અસરકારક છે, તે છતાં પણ ગૂંચવણો ઊભી થઈ શકે છે. આમાં ચેપ, આંતરિક રક્તસ્રાવ, અને ગર્ભાશય અને/અથવા આંતરડાનેના ચિરાડનો સમાવેશ થઇ શકે છે. તે હૃદયની સમસ્યાઓ, અનિયમિત રક્તસ્રાવ, તીવ્ર માસિક પીડા અને વારંવાર ડી એન્ડ સી માટે કરવાની જરૂર અથવા હિસ્ટરેકટમીમાં પણ પરિણમી શકે છે. આવી સ્થિતિમાં ડૉક્ટરની તરત સલાહ લેવી જોઈએ. નસબંધી પહેલા અને દરમિયાન યોગ્ય સાવચેતી લેવી જોઈએ. ઑપરેશન પછી ૪૮ કલાક માટે આરામ કરવાની જરૂર છે. સામાન્ય પ્રવૃત્તિ ૨-૩ દિવસની અંદર શરૂ કરી શકાય છે, પરંતુ એક અઠવાડિયા સુધી ભારે સમાન ઉચકવો ના જોઈએ. જાતીય સંભોગ સામાન્ય રીતે એક અઠવાડિયા પછી ફરી શરૂ કરી શકાય છે.
ટ્યુબ્કટોમી (મહિલા નસબંદી) સાથે જોડાયેલ જોખમો કોઈ પણ મુખ્ય પેટની સર્જરી માં જેટલા હોય એટલાજ છે - હૃદય સંબંધી અનિયમિતતા, હૃદય રોગનો હુમલો, ચેપ, આંતરિક રક્તસ્રાવ, અને મોટા રક્ત વાહિનીમાં કાણું. આ જોખમો અનેકવિધ વધે છે જયારે ટ્યુબ્કટોમી એવી પરિસ્થિતિમાં કરવામાં આવે જ્યાં જ્યાં લેવી જોઈએ તેવી કાળજી ન લેવામાં આવે છે, દાખલા તરીકે, પરિવાર નિયોજનના 'કેમ્પ' જ્યાં મહિલાઓને એક વિશાળ સંખ્યામાં વંધ્યીકૃત કરવામાં આવે છે. મોબાઇલ શિબિર વધુ સમસ્યાવાળા હોય છે કારણ નિરીક્ષણ અને ફૉલોઅપની શક્યતા અસ્તિત્વમાં નથી. લેપ્રોસ્કોપીક તરકીબોમાં ચોક્કસ સમસ્યાઓનું સમાવેશ થઈ શકે છે, જેમકે, આંતરિક દઝેલની ઇજાઓ કે અન્ય અવયવો અથવા પેશીઓ પર છીદ્રો(પંકચર્સ), ત્વચા પર દાઝેલું, આંતરડા માં છીદ્રો, ગર્ભાશયમાં કાણું, અને કાર્બન ડાયોક્સાઇડથી લોહીના ફોદાથી રક્તવાહિનીનું ભરાઈ જવું (કે જે તુરંત મૃત્યુ નું કારણ બની શકે છે).

Comments

Popular posts from this blog

બાળ સખા યોજના

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર બાળ સખા યોજના ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ આ યોજનામાં ગરીબી રેખા હેઠળના (બી.પી.એલ.કાર્ડ ધરાવતા) કુટુંબના ૩૦ દિવસ સુધીના નવજાત શિશુઓ તથા આવક વેરો ન ભરતા હોય તેવા અનુસૂચિત જન જાતિના તમામ નવજાત શિશુઓને લાભ આપવામાં આવે છે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ આ યોજના હેઠળના લાભાર્થી નવજાત શિશુઓને આ યોજનામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંતો ધ્વારા તેઓની હોસ્પિટલમાં નવજાત શિશુઓને લગતી કોઇપણ બિમારી માટે નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે. બાળરોગ નિષ્ણાંત નવજાત શિશુના સગાને વાહનવ્યવહાર પેટે રૂ.ર૦૦/- લેખે વાઉચર ઉપર સહી લઇને તુરત જ ચૂકવી આપશે ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ જે બાળકોનો જન્મ સરકારી સંસ્થાઓ અથવા ચિરંજીવી યોજના હેઠળ થાય, તેમજ ઘરે જન્મ થયેલ હોય અથવા ઘરે ગયા પછી ૩૦ દિવસની ઉંમર સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. કોઇ પણ આરોગ્યકર્મચારી/આશા દ્વારા તે રીફર થયેલ હોવો જોઇએ. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. જિલ્લામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંત તબીબોને ત્યાં

ચિરંજીવી યોજના

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર ચિરંજીવી યોજના ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ આ યોજનામાં ગરીબી રેખા હેઠળની (બી.પી.એલ.કાર્ડ ધરાવતી) કુટુંબની પ્રસુતા બહેનો તથા ગરીબી રેખા હેઠળ ઉપરની (એ.પી.એલ. કાર્ડ ધરાવતી) પરંતુ આવક વેરો ન ભરતી હોય તેવા અનુસુચિત જન જાતિ કુટુંબોની પ્રસુતા બહેનોને લાભ આપવામાં આવે છે, જે લાભાર્થી પાસે બી.પી.એલ. કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેઓના વિસ્તારનાં તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ આ યોજના હેઠળ પ્રસુતા બહેનો સરકાર ધ્વારા નકકી કરાયેલા ખાનગી દવાખાનામાં વિના મૂલ્યે પ્રસુતિ કરાવી શકે છે. દવાખાનામાં દાખલ થનાર પ્રસુતાએ દવાખાનામાં કોઇપણ રકમ ચૂકવવાની હોતી નથી. એટલું જ નહીં પણ સારવાર માટેની જરૂરી દવાઓ પણ ર્ડાકટર જ આપશે અને તે પણ વિના મૂલ્યે.  ઉપરાંત પ્રસુતાને દવાખાને આવવા ભાડા પેટે રૂ.ર૦૦ ર્ડાકટર ધ્વારા રોકડા આપવામાં આવશે. ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવાનું થાય છે અને તેની સાથે જરૂરી દસ

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હોસ્પિટલમાં સાર