Skip to main content

સગર્ભાવસ્થા દરમિયાન જરૂરી આરામ તથા વ્યાયામ

Health is the first step in life.

ગર્ભવતી બહેનો પોતાનું રોજિંદું કાર્ય કરી શકે છે, પરંતુ ભારે વજન ઊંચકવાનું કામકાજ અથવા તો ભારે કસરતો કરવી હિતાવહ નથી. સામાન્ય રીતે રાત્રે ૮ કલાક તથા બપોરે ૨ કલાકનો આરામ જરૂરી હોય છે. જો ભારે જવાબદારીવાળો વ્યવસાય હોય કે લાંબો સમય બેઠા રહેવું પડતું હોય તો તેવો વ્યવસાય કરતી બહેનોને બાળકનું વજન બરાબર ન વધે, ગર્ભની આસપાસનું પ્રવાહી સુકાઈ જાય વગેરે પ્રશ્નો થઈ શકે છે. આ પ્રમાણેના શારીરિક આરામ ઉપરાંત માનસિક આરામ અને આનંદિત જીવન જરૂરી છે. આ સમય દરમિયાન ગર્ભવતી બહેનોએ મનગમતું કાર્ય, ભરતગૂંથણ, ચિત્રકલા, સંગીત વગેરેમાં મન પરોવવું આવકાર્ય છે.

સગર્ભાવસ્થા દરમિયાન કસરત કરવાના ફાયદા

કસરતો શારીરિક અને માનસિક રીતે સંતોષ ઉત્પન્ન કરનારી હોય છે. તેના બીજા ફાયદાઓ નીચે પ્રમાણે છે.

પ્રસૂતિ માટે તૈયાર કરે છે

સુસંગઠિત સ્નાયુઓ અને સ્વચ્છ હૃદય પ્રસૂતિને ખરેખર વધારે સરળ બનાવે છે. શ્વાસોચ્છ્વાસ પર ગર્ભવતી બહેનનો કાબૂ, દુખાવો સહન કરવા માટે ઉપયોગી નીવડે છે અને પ્રસૂતિના લાંબા દુઃખદાયી પ્રસંગને ધીરજપૂર્વક સહન કરવાની શક્તિ આપે છે.

મન આનંદિત રહે છે

જરૂર પ્રમાણેની કસરતોથી કમરનો દુખાવો મટી શકે છે. આ કસરતો ખાસ કરીને કમર, પેટ અને જાંઘના સ્નાયુઓને સંગઠિત કરે તેવી હોય છે. તેનાથી આંતરડાનું કામ વધુ પ્રજ્વલિત બનવાથી ગેસનું પ્રમાણ ઘટાડે છે. સગર્ભાવસ્થાના અંતઃસ્ત્રાવોથી સાંધાઓ ઢીલા પડયા હોય તેને પણ સુસંગઠિત કરે છે.
મગજમાંથી ‘એન્ડોર્ફીન’ નામનો રાસાયણિક પદાર્થ ઉત્પન્ન થાય છે : જેનાથી સગર્ભા બહેનોને આનંદ અને સંતોષની લાગણી થાય છે.

વ્યસનો

ગર્ભવતી બહેનોએ વ્યસનમુક્ત હોવું ખાસ જરૂરી છે. તમાકુનું સેવન, દારૂનું સેવન કરવાથી બાળકના વિકાસ પર આડ અસર થાય છે. જેને Intra Uterine Growth Retardation-IUGR કહે છે.

સગર્ભાવસ્થા દરમિયાન લેવાતી દવાઓ

સામાન્ય રીતે બધી જ દવાઓ માતાના લોહીમાં ભળતી હોય છે. આથી શરૂઆતના બેથી અઢી મહિના દરમિયાન ડોકટરી સલાહ વગર કોઈપણ પ્રકારની દવા લેવી જોઈએ નહીં.

સગર્ભાવસ્થા દરમિયાન લેવાતી રસીઓ

સગર્ભાવસ્થા દરમિયાન માતા અને ગર્ભસ્થ બાળક બંનેનું ધ્યાન રાખવું પડે છે. આથી અમુક રસીઓ બાળક અને માતા બંને માટે જરૂરી છે. જ્યારે અમુક રસીઓ માતા માટે જરૂરી છતાં બાળક માટે હાનિકારક હોય છે. સૌથી અગત્યની રસી ધનુરવા પ્રતિકારક રસી છે. જેનાં બે ઈન્જેકશન એકથી દોઢ મહિનાને અંતરે મૂકવામાં આવે છે. પહેલાં તે પાંચમા, છઠ્ઠા અને સાતમા મહિને આપવામાં આવતાં જે હવે મહિના રહ્યાની જાણ થતાં બને તેટલા જલદી મૂકવામાં આવે છે.
જો સગર્ભાવસ્થા દરમિયાન હડકવા, કમળો (હિપેટાઈટીસ બી), કોલેરા, પ્લેગ, વગેરે જેવા રોગના દર્દી સાથે સંપર્ક થયો હોય અથવા ઝેરી સાપ કરડયો હોય તો વિશેષ પ્રકારની રોગપ્રતિકારક રસી ઉપરાંત તેની રસી (Immunogbulins) મૂકી શકાય છે. કેમ કે રોગોથી માતાને જાનનું જોખમ ઊભું થાય છે અને જો માતાની જાન જોખમમાં મુકાય તે ગર્ભમાંના બાળકની જિંદગી પણ જોખમાય છે.


Comments

Popular posts from this blog

બાળ સખા યોજના

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર બાળ સખા યોજના ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ આ યોજનામાં ગરીબી રેખા હેઠળના (બી.પી.એલ.કાર્ડ ધરાવતા) કુટુંબના ૩૦ દિવસ સુધીના નવજાત શિશુઓ તથા આવક વેરો ન ભરતા હોય તેવા અનુસૂચિત જન જાતિના તમામ નવજાત શિશુઓને લાભ આપવામાં આવે છે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ આ યોજના હેઠળના લાભાર્થી નવજાત શિશુઓને આ યોજનામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંતો ધ્વારા તેઓની હોસ્પિટલમાં નવજાત શિશુઓને લગતી કોઇપણ બિમારી માટે નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે. બાળરોગ નિષ્ણાંત નવજાત શિશુના સગાને વાહનવ્યવહાર પેટે રૂ.ર૦૦/- લેખે વાઉચર ઉપર સહી લઇને તુરત જ ચૂકવી આપશે ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ જે બાળકોનો જન્મ સરકારી સંસ્થાઓ અથવા ચિરંજીવી યોજના હેઠળ થાય, તેમજ ઘરે જન્મ થયેલ હોય અથવા ઘરે ગયા પછી ૩૦ દિવસની ઉંમર સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. કોઇ પણ આરોગ્યકર્મચારી/આશા દ્વારા તે રીફર થયેલ હોવો જોઇએ. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. જિલ્લામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંત તબીબોને ત્યાં

ચિરંજીવી યોજના

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર ચિરંજીવી યોજના ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ આ યોજનામાં ગરીબી રેખા હેઠળની (બી.પી.એલ.કાર્ડ ધરાવતી) કુટુંબની પ્રસુતા બહેનો તથા ગરીબી રેખા હેઠળ ઉપરની (એ.પી.એલ. કાર્ડ ધરાવતી) પરંતુ આવક વેરો ન ભરતી હોય તેવા અનુસુચિત જન જાતિ કુટુંબોની પ્રસુતા બહેનોને લાભ આપવામાં આવે છે, જે લાભાર્થી પાસે બી.પી.એલ. કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેઓના વિસ્તારનાં તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ આ યોજના હેઠળ પ્રસુતા બહેનો સરકાર ધ્વારા નકકી કરાયેલા ખાનગી દવાખાનામાં વિના મૂલ્યે પ્રસુતિ કરાવી શકે છે. દવાખાનામાં દાખલ થનાર પ્રસુતાએ દવાખાનામાં કોઇપણ રકમ ચૂકવવાની હોતી નથી. એટલું જ નહીં પણ સારવાર માટેની જરૂરી દવાઓ પણ ર્ડાકટર જ આપશે અને તે પણ વિના મૂલ્યે.  ઉપરાંત પ્રસુતાને દવાખાને આવવા ભાડા પેટે રૂ.ર૦૦ ર્ડાકટર ધ્વારા રોકડા આપવામાં આવશે. ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવાનું થાય છે અને તેની સાથે જરૂરી દસ

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હોસ્પિટલમાં સાર