Skip to main content

ડિપ્રેશન: મન કે હારે હાર

Health is the first step in life.

ડિપ્રેશન એટલે હતાશા. કોઈ પણ વ્યક્તિના જીવનમાં હતાશા આવતી જ હોય છે. પરંતુ આ હતાશા રોગની હદે વકરી જાય તો તે નુકસાનકારક હોય છે. દીપિકા પદુકોણ, અનુષ્કા શર્મા, કરણ જોહર, ટાઇગર શ્રોફ આ બધા વચ્ચે શું સમાનતા રહેલી છે? એ બધા મોટાં માથાંઓ કલાકારો છે તે તો સામ્યતા છે જ પરંતુ સાથે તેઓ ડિપ્રેશનના શિકાર પણ રહી ચૂક્યા છે.
આવી સ્થિતિમાં યોગ, પ્રાણાયામ, ધ્યાન અને મંત્રજાપ વગેરે પદ્ધતિઓ તો લાભદાયક હોય જ છે, પરંતુ સાથે સાથે એ વાતનું ધ્યાન રાખો કે તમે પોતે ડૉક્ટર ન બની જાવ. ઘણા લોકોને ટેવ હોય છે કે પોતાને કંઈક થાય તો વૉટ્સએપ કે ઇન્ટરનેટ પર વાંચીને પોતે જ નિદાન કરી નાખતા હોય છે કે પોતાને શું થયું છે? એટલું જ નહીં, તેઓ પછી પોતાની જાતે દવા લઈ આવે છે, પછી કંઈ ગરબડ થાય તો ડૉક્ટર પાસે પહોંચે છે. ત્યારે ડૉક્ટર પણ બિચારો શું કરે? તો ઘણાને ટેવ હોય છે કે કંઈ પણ આરોગ્યને લગતી માહિતી વાંચે તો તેમાં પોતાની જાતને બંધબેસતી કરી નાખે છે. વળી, આવા લોકો ડૉક્ટર પાસે જાય ત્યારે ડૉક્ટરને નિદાન કરવા દેવાના બદલે પોતે જ કહેતા હોય છે કે “મને લાગે છે કે મને ફલાણો રોગ થયો છે.” જો ડૉક્ટર સાચેસાચું કહે કે તમને આવું કંઈ થયું નથી તો તેઓ ડૉક્ટરને કહી દે છે, “તમારું નિદાન બરાબર નથી” અથવા “તમે શું ભણ્યા છો?” આવા લોકો પોતાને ગમતો જવાબ ડૉક્ટર પાસે ન મળે એટલે બીજા ડૉક્ટર પાસે ભાગે. આવું જો બેત્રણ ડૉક્ટરો તરફથી થાય તો તેમની હતાશા ઓર વધી જાય.
જો પશ્ચિમી મેડિકલ વિજ્ઞાન પ્રમાણે તમે મનોચિકિત્સકને બતાવવા જતા હો તો કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું હિતાવહ છે. તમે જ્યારે સાઇકિયાટ્રિસ્ટને બતાવવા જાવ ત્યારે પ્રશ્નો પૂછો. તે કહે તેમ સીધેસીધું માની ન લો. તમને જે સારવારની ભલામણ કરવામાં આવે તે સ્વીકારી ન લો. તમે જ્યારે સારાં એવાં નાણાં ખર્ચો છો ત્યારે ડૉક્ટરની ફરજ છે કે પૂરતો સમય આપી તે તમને સમજાવે કે તે શા માટે કોઈ દવા કે સારવારની ભલામણ કરી રહ્યા છે.
બીજી ખાસ વાત એ પણ ધ્યાનમાં રાખો કે ડૉક્ટર પર આંખ મીંચીને ભરોસો ન કરી લો. ડૉક્ટર પણ આખરે માનવી છે અને કેટલાક અપવાદરૂપ ડૉક્ટરો કસાઈ જેવા પણ હોય છે જે તમને ખર્ચના ખાડામાં ઉતારી દઈ શકે અને સાથે સાથે તમારી બીમારી અથવા સ્થિતિ ઘટવાના બદલે વધી જઈ શકે અને તેનાથી બીજી બીમારીઓ પણ આવી શકે. તમે ટીવી કે ફૉન ખરીદવા જાવ છો તો પહેલાં કેટલી મથામણ કરો છો. બેચાર વેબસાઇટ ફંફોળો છો, બે ચાર મિત્રોની સલાહ લો છો, બે ચાર દુકાને જાવ છો, તો પછી આ તો તમારી જિંદગી સાથે જોડાયેલી બાબતો છે. તમે બીજા કે ત્રીજા ડૉક્ટરની સલાહ લો. જો બે કે ત્રણ ડૉક્ટરનું નિદાન સામાન્ય આવતું હોય તો તો કોઈ પ્રશ્ન નથી કારણકે નિદાન એ લક્ષણો પર આધારિત વધુ હોય છે અને ટેસ્ટ કે શારીરિક તથ્યોના આધારે ઓછું. અને હા, બીજા કે ત્રીજા ડૉક્ટરની પસંદગી કાળજીપૂર્વક કરવી જરૂરી છે.
આની સાથે કોઈ પણ દવા હોય, ઇન્ટરનેટ પર માહિતી આપેલી જ હોય છે. તેના વિશે પૂરતું સંશોધન કરો. એન્ટી ડિપ્રેસન્ટ દવાઓ વિશે અનેક વેબસાઇટ પર માહિતી મળી રહેશે. જો તમને કદાચ તબીબી અંગ્રેજી કે તબીબી પરિભાષા ન સમજાતી હોય તો કોઈ અંગ્રેજીના સારી રીતે જાણકાર મિત્રની મદદ લો.

https://ladiesplans.blogspot.com/

Comments

Popular posts from this blog

રાષ્ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ / પ્રકાર : રાષ્‍ટ્રિય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ ૨ યોજનાની લાભાર્થીની પાત્રતાના માપદંડ (૧) રકતપિત્તના ચિન્‍હો-લક્ષણો ધરાવતા તમામ દર્દીઓને બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (૨) પગમાં બધીરતા ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને માઇક્રો સેલ્‍યુલર રબર (એમ.સી.આર.) પગરખા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. (૩) વિકૃતિ ધરાવતા તમામ રકતપિત્તગ્રસ્‍તોને ભારત સરકારશ્રી દ્વારા માન્‍ય થયેલ નીચે દર્શાવેલ સેન્ટર ખાતે વિનામૂલ્યે  રીકન્‍સ્‍ટ્રકટીવ સર્જરી કરી આપવામાં આવે છે. -          સીવીલ હોસ્‍પિટલ, અમદાવાદ -          એસ.એસ.જી. હોસ્‍પિટલ, વડોદરા -          સીવીલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ૩ યોજના અંતર્ગત સહાય/લાભ (૧) રકતપિત્તના દર્દીઓને બહુ ઔષધિય સારવાર તમામ પ્રા.આ.કે. / સા.આ.કે. અને જનરલ હોસપિટલમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. (ર) પગમાં બધીર...

બાળકો માટે નાસ્તો

વયસ્કરો અને બાળકો માટે નાસ્તો એ જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકે દિવસમાં એક વાર નાસ્તો કરવો જોઇએ. તે છતા ઘણા પ્રમાણભુત નાસ્તામાં બહુ વધારે ચરબી, ખાંડ અને સોડીયમ હોય છે. બાળકના સંપુર્ણ પોષણ ઉપર આવા ચરબીવાળા નાસ્તાની પસંદગી કરવી એ બહુ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગળ્યો નાસ્તો યુવા બાળકોના ગળ્યા નાસ્તાની પસંદગી માતાપિતા સાથે સબંધિત છે. બાળકો જેના માતાપિતા ગળ્યો નાસ્તો ઘણીવાર ખાય છે તેમના બાળકો પણ ઘણીવાર ગળ્યો નાસ્તો કરે છે. જેના માતાપિતા ઓછો ગળ્યો નાસ્તો કરે છે, તેમના બાળકો પણ કવચિત ગળ્યો નાસ્તો કરે છે. ગળ્યો નાસ્તો કરવો તે બાળકના ટીવીને જોવા અને માતાપિતાના દૃષ્ટીકોણને આધારિત છે. નાસ્તો અને દાંતનુ સ્વાસ્થય સૌથી સાદો બાળકનો પોષક આહાર દાંતનો રોગ તેમાં થતા પોલાણને લીધે છે. સરેરાંશ પાંચ વર્ષના બાળકને ત્રણ પોલાણ હોય છે. સડેલો અને/અથવા ગુમાવેલ દાત દર્દ અને પરેશાનીમાં પરિણામિત થાય છે, તોતડુ બોલવુ, સ્થાયી દાતને નુકશાન અને ચાવવામાં અક્ષમતા, લગભગ બધા ખોરાક દાંતના સડાને જવાબદાર છે. પણ તેમાંથી સૌથી વધારે મીઠાઈને દોષિત છે. તાજેતરનુ સંશોધન બતાવે છે કે મહત્વનુ કારણ એ નથી કે તમે કેટલી મીઠાઈ ખાધી છે, પ...

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હ...