Skip to main content

ડિપ્રેશનને જાણો

Health is the first step in life.

ડિપ્રેશન એ આપણા રોજબરોજ ભાષામાં વપરાતો એક શબ્દ માત્ર જ નથી. તેની સામે આંખ આડા કાન કરશો અથવા સામાન્ય અભિગમ રાખશો તો આ સિન્ડ્રોમના ગંભીર પરિણામો આવી શકે છે. આ મુદાની ગંભીરતા સમજીને અને આંતરિક માનસિક આરોગ્ય આપણા જીવનને કેવીરીતે છિન્ન-ભિન્ન કરી નાખે છે તેને ધ્યાનમાં રાખીને જ આ વર્ષનું વર્લ્ડ હેલ્થ કેમ્પેઇનની થીમ ડિપ્રેશન છે.
અર્જુન ભારદ્વાજ નામના એક ટીનએજરે મુંબઇમાં થોડાક દિવસ અગાઉ આત્મહત્યા કરી હતી. જે ડિપ્રેશનના ઘાતક અને વિનાશક પરિણામો માટે એક વેક-અપ કોલ છે. એક બિઝનેસમેનનો આ દીકરો એક પ્રતિષ્ઠિત સંસ્થામાં અભ્યાસ કરતો હતો અને યુવાનીના ઉંબરે પહોંચી ગયા બાદ તેને જે રીતે જીવનનો મોહ છોડ્યો તે વાત આંખ ઉઘાડે તેવી હતી. સપનોના શહેર મુંબઇમાં આવી સારી સ્થિતિ હોવા છતાં કોઇ બેચૈનીએ તેને અંતિમ પગલું ભરવા માટે દુષ્પ્રેરિત કર્યા હતા.
ડિપ્રેશનને તબીબી ભાષામાં ‘પ્રવૃત્તિઓમાં રસ ગુમાવી દેવો અને દૈનિક જીવનને વેરવિખેર કરવાની લાક્ષણિકતા સાથેનું એક બ્રેઇન ડિસઓર્ડર’ કહેવાય છે. હવે બીજી અચંબાની વાત એ છે કે આપણામાંથી દરેકે જીવનમાં કોઇના કોઇ તબક્કે ડિપ્રેશનનો અનુભવ કર્યો જ હશે. પરંતુ ફરક એટલો જ છે કે જે લોકો માનસિકરીતે મજબૂત હોય છે તેઓ આમાંથી બહાર આવી જાય છે.
ડિપ્રેશન આપણી ઊર્જા, આશા અને ડ્રાઇવને રફે-દફે કરી નાખે છે. આપણને શું સારું લાગે છે તે કરવા દેવાનું પણ મુશ્કેલ કરી નાખ છે તે બાબતે આપણે સંમત છીએ. પરંતુ તેને અંકુશમાં રાખવું આપણા હાથોમાં છે. આપણે તેમાંથી બહાર આવવા માટે આપણી પાસેના જે સંશાધનો છે તેને રોજે-રોજ આપણા માટે હકારાત્મક પસંદગીઓ કરીને એક નાની શરૂઆત કરીને મજબૂત બનવાની જરૂર છે.
નીચેના ટિપ્સ તમને લાઇફસ્ટાઇલ ફેરફારો કરવા અને નકારાત્મક વિચારસરણીને વાળવામાં મદદરૂપ થઇ શકે છે.

આઠ કલાક ઉંઘવાનું લક્ષ્ય રાખો

ડિપ્રેશનનો ઉંઘની સમસ્યા સાથે સીધો સંબંધ છે. જો તમે ઓછું ઉંઘતા હોય કે વધુ ઉંઘતા હોય તો તે તમારા મૂડને અસર કરે છે. ઉંઘના સારી ટેવ પાડીને સારું અને હેલ્થી ઉંઘવાનું શિડ્યુલ ગોઠવો.

હળવા થવાના ટેકનીક્સની પ્રેક્ટિસ કરો

યોગ, ઊંડા શ્વાસ લેવા, મસલ રિલેક્સ કરવા જેવી કસરતો કરીને અથવા મેડિટેશન જેવા રોજિંદી કવાયત કરો તો ડિપ્રેશનમાંથી રાહત મળી શકે છે. સ્ટ્રેસ ઘટી શકે છે અને જીવનમાં આનંદ અને સારપતા અનુભવી શકાય છે.

અન્યોને હળતા-મળતા રહો

ડિપ્રેશન તમને અતડા રાખવા તરફ પ્રેરે છે, તેનાથી દૂર રહો. તમે સામાજિક સપોર્ટ તરફ જાઓ. જે તમને રિકવરી માટે જરૂરી છે. એમ કરવાથી તમારો મૂડ સારો થશે અને જીવન તરફનો વિચાર સુધરશે. સારા, સમર્પિત, નિર્ણયાત્મક અને તમને સારીરીતે સાંભળતા હોય તેવા મિત્રો, સાથીઓ કે પરિવારના મિત્રોને મળો. સોશિયલ માડિયા, કોલ્સ અને મેસેજિંગ એ આપણા સમયનો બગાડ છે. જે તમારા જૂના પણ અતિસારી વ્યક્તિગત મળવાની પ્રથાને દૂર કરી રહી છે. તમે કેવો અનુભવ કરો છે તે અંગે કોઇની સાથે સામ-સામે વાત કરવાની સીધી-સાદી પદ્ધતિ ડિપ્રેશનને દૂર કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી શકે છે.

જીવંત રહો!

તમે જ્યારે ડિપ્રેશનમાં હોય ત્યારે બેડમાંથી બહાર આવવું એ એક મોટો પડકાર જેવું લાગશે. પરંતુ રિસર્ચ જણાવે છે કે રોજરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ યોગ્ય કસરત કરવું એ મેડિકેશનની જેમ ડિપ્રેશનની લાક્ષણિકતાઓ માટે અસરકારક થઇ શકે છે અને તેના ચુંગાલમાં જવાથી અટકાવી શકે છે. વોકિંગ, વેઇટ ટ્રેઇનિંગ, સ્વિમિંગ, માર્શલ આર્ટ્સ કે જેમાં તમારા બન્ને હાથ અને પગ મૂવ કરતાં હોય તેવા ડાન્સ જેવી તાલબદ્ધ કસરત એ ડિપ્રેશનમાંથી બહાર લાવવામાં મહત્તમ લાભ આપે છે.

નકારાત્મક વિચારો ત્યજો

ડિપ્રેશનની સૌથી ખરાબ એક અસર એ છે કે તે તમારા પ્રત્યે અને ભવિષ્ય માટેની તમારી અપેક્ષાઓ સહિત દરેક બાબત પર નકારાત્મકતા લાવે છે. આથી હું કઇ પણ સારું નથી કરી શકતો એવા સામાન્ય વિચારોથી દૂર રહો. હકારાત્મક ઘટનોને નજરઅંદાજ કરવા અને નકારાત્મક પર ભાર મુકવા જેવી બાબતોથી દૂર રહો. જો કોઇએ મને દગો આપ્યો છે તો હું સંબંધો માટે ફિટ નથી તેવા ઓલ-ઓર-નથિંગ થિંકિંગ મનમાં ન રાખો. હકારાત્મકને ન માનવા (ઇન્ટરવ્યૂ પેનલે મને સારું કહ્યું, પરંતુ તેઓ માત્ર સારું લગાડવા જ કહે છે)થી દૂર રહો. ઉતાવળે કોઇ તારણ પર ન આવી જાવું- (જેમ કે મારે આ ખરાબ બોસ સાથે કાયમી કામ કરવાનું થશે). લાગણીસભર કારણો( હું એક લૂઝરની જેમ વિચારું છું- આથી હું કશાંકને લાયક નથી) નક્કી ન કરો. આ કરવું જોઇએ, આ ન કરવું જોઇએ તેવા લેબલિંગ વિગેરેથી દૂર રહો.
  • એવા કામો કરો કે જે તમને રિલેક્સ કરે, ઊર્જા આપે અને ફીલ-ગુડ ફેક્ટર કરાવે આમાં હેલ્ધી લાઇફસ્ટાઇલ અનુસરવું, સ્ટ્રેસને સારીરીતે મેનેજ કરી શકાય તે શીખવું, તમે જે કરી શકતા હોય તે મર્યાદા નક્કી કરી અને તમારા દિવસમાં આનંદદાયક પ્રવૃત્તિઓનું શિડ્યુલ ગોઠવવા જેવી સામાન્ય બાબતોનો સમાવેશ કરી શકાય છે.
    જ્યારે આ પ્રકારના ચિંતનકારી વિકૃતિઓ તમારા પર હાવી થાય તો એ તમારા માટે યાદ રાખવાનું મહત્વનું બની જાય છે આ એક ડિપ્રેશન છે અને તમે તત્કાળ આ અવ્યહારૂ, બિનતાર્કિક અને નિરાશાવાદી અભિગમોનું ચકાસણી શરૂ કરો. એકવખત તમે આ રીતિને અનુસરવાનું શરૂ કરશો તો તમને આશ્ચર્ય થશે કે તમે કેટલા ઝડપથી તેમાંથી બહાર આવી શકો છો અને આ પ્રક્રિયામાં તમને વધુ સમતોલ સાપેક્ષતા વિકસાવવામાં મદદરૂપ થશે.

વ્યાવસાયિક મદદ મેળવો

જો તમે તમારી જાતે પગલા લીધા હોય અને લાઇફસ્ટાઇલમાં હકારાત્મક ફેરફારો કર્યા હોય તેમ છતાં તમારું ડિપ્રેશન વધતું જ જતું હોય તો પ્રોફેશનલ હેલ્પ મેળવો. આપણી નબળાઇ હાવી થાય તે પહેલાં તેને જણાવી દેવાનું સાહસ જણાવો કેમ કે તે માટે વધુ શક્તિની જરૂર હોય છે.


મૂડ સુધારવા આટલું કરો

  • કુદરતી વાતાવરણમાં થોડોક સમય વિતાવો
  • કળા, સંગીત કે લેખન થકી તમારી જાતની અભિવ્યક્તિ કરો
  • તમારા પ્લસ પોઇન્ટ્સની યાદી બનાવો
  • એક લાંબો કૂલ બાથ લો.
  • એક સારું પુસ્તક વાંચો.
  • કોમિક ફિલ્મ કે ટેલિવિઝન શો જુઓ
  • પાલતુ (પેટ) સાથે રમો
  • મિત્રો કે પરિવાર (સોશિયલ મીડિયાના સમયમાં આ અત્યંત મુશ્કેલ છે) સાથે સામ-સામી વાર્તાલાપ
  • સંગીત સાંભળો
  • ડિપ્રેશન સાથે તાલ મિલાવવો એ કેચ-૨૨ સિચ્યુએશન છે- તમારે ડિપ્રેશનમાંથી રિકવર થવા માટે કામ કરવાની જરૂર છે. પરંતુ તમે જ્યારે ડિપ્રેશનમાં હોય ત્યારે પગલું લેવું એ ખરેખર પડકારજનક છે. પરંતુ આ માટેનું સૌથી સારું પગલું કેટલાંક સારી રીતે ચકાસેલાં વ્યૂહોને અનુસરીને તેમાંથી બહાર આવવાનું જ છે. .
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ જેવી બોલીવૂડની સેલિબ્રેટીઓને સલામ કે જેમણે પોતે જીવનમાં એક તબક્કે ડિપ્રેશનમાં રહ્યા હોવાનું અને આ બીમારીમાંથી બહાર આવવા માટે મનોચિકિત્સકની મદદ લીધી હોવાનું કબૂલ્યું હતું.

Comments

Popular posts from this blog

જનની સુરક્ષા યોજના

Health is the first step in life. અ.નં. વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર જનની સુરક્ષા યોજના ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ આ યોજનામાં ગરીબી રેખા હેઠળની બી.પી.એલ.કાર્ડ ધરાવતી કુટુંબની પ્રસુતા બહેનો, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જન જાતિ કુટુંબોની તમામ પ્રસુતા બહેનોને લાભ આપવામાં આવે છે, જે લાભાર્થી પાસે બી.પી.એલ. કાર્ડ ઉપલબ્‍ધ ન હોય તેમણે તેઓના વિસ્‍તારનાં તલાટી કમ મંત્રી, સરપંચ, મામલતદાર, મુખ્‍ય અધિકારી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ આ યોજના હેઠળ લાભાર્થીને રૂ.૭૦૦/- ગ્રામ્ય વિસ્તારમાં તેમજ રૂ. ૬૦૦/- શહેરી વિસ્તારમાં પોષણયુકત ખોરાક, પ્રસુતિ સમયે થતો દવાનો ખર્ચ કે અન્‍ય કોઇ ખર્ચને પહોંચી વળવા માટે સર્ગભાવસ્‍થાના છેલ્‍લા ત્રણ મહિનાના સમયગાળામાં ચુકવવામાં આવે છે. ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાં અંતર્ગત સહાય માટે સ્‍ત્રી આરોગ્‍ય કાર્યકર પાસે ફોર્મ ભરાવાનું રહેશે અને સાથે બી.પી.એલ. કાર્ડનો અથવા આવકનો પુરાવો લગાવાનો રહેશે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. સ્‍ત્રી આરોગ્‍ય કાર્યકર ( આપના વિસ્‍તાર) નાં ધ્‍વારા આપ...

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Health is the first step in life. અનુક્રમ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)   ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ બી.પી.એલ કુંટુબો, બીલ્‍ડીંગ એન્‍ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ  પ-સભ્‍યો, કુટુંબના વડા, પત્‍ની અને ત્રણ સભ્‍યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્‍યકિત તરીકે લાભ મળશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ ૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્‍ટ્રેશન ચાલતું હોય ત્‍યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્‍ટ્રેશન ફી ભરી રજીસ્‍ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્‍ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્‍થા તથા ખાનગી હ...

સ્વલીનતા સ્પેક્ટ્રમ વિકૃતિ-ઓટિઝમ

Health is the first step in life. પરિચય સ્વલીનતા સ્પેક્ટ્રમ વિકૃતિ (ASD) એ સામાજિક અસમાનતા,વાતચીતમાં મુશ્કેલી અને વર્તન પ્રતિબંધિત,પુનરાવર્તિત,ચીલાચાલુ પદ્ધતિ દ્વારા વર્ગીકૃત થયેલી,જ્ઞાનતંતુના વિકાસની જટિલ વિકૃતિમાં વિભાજીત થયેલી શૃંખલા છે.તે મગજનો એક વિકાર છે જેમાં ખાસ કરીને વાતચીત કરતી વખતે એક વ્યક્તિની ક્ષમતાને અસર કરી શકે છે.સ્વલીનતા સ્પેક્ટ્રમ વિકૃતિ એ બાળપણથી શરૂ થાય છે અને તે યુવાવસ્થાના અંત સુધીના સમયગાળા સુધી થઈ શકે છે. સ્વલીનતા સ્પેક્ટ્રમ વિકૃતિના પ્રકારો આ પ્રમાણે છે : સ્વલીનતાની વિકૃતિ (તેને “પારંપરિક” સ્વલીનતા પણ કહે છે) : આ સ્વલીનતાનું સૌથી સામાન્ય સ્વરૂપ છે.ખાસ કરીને સ્વલીનતાની વિકૃતિ લોકોને બોલવામાં અવરોધ કરે,સામાજિક અને વાતસંવાદમાં પડકારરૂપ અને રસપ્રદ બને છે.આ વિકૃતિ સાથે ઘણા બધા વ્યક્તિઓને વિકલાંગતા આવી શકે છે. એસ્પેરિજર સિન્ડ્રોમ : એસ્પેરિજર સિન્ડ્રોમથી પીડાતાં વ્યક્તિઓ ઓછી માત્રામાં ઓટીસ્ટીક વિકૃતિના લક્ષણો અનુભવે છે.તેઓને સામાજિક પડકારો અને અસમાન્ય વર્તણુક અને રસના વિષયો હોઈ શકે છે.તેમ છતાં સામાન્ય રીતે તેઓને ભાષાકીય અથવા બૌધિક વિકલાંગતા સાથેની સમસ્યાઓ ...